મોરબીમાં વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઇ રહ્યું હોવાની રાવ ઉઠતા જ પોલીસ તંત્ર દ્વારા એક રેઈડ કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ત્રણ સ્થળોએ રેઈડ કરી ત્રણ ઈસમોને વિદેશી દારુના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા હતા. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ દ્વારા બાતમીનાં આધારે આલાપ રોડ તુલશી પાર્કની સામેથી રાજેશભાઈ લાલજીભાઈ મકવાણા (રહે વજેપર શેરી નં.૪ મોરબી) નામના શખ્સને ગેર કાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામા ભારતીય બનાવટની વિદેશી દારૂની બેલેન્ટાઈન ફાઈનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની એક બોટલનાં રૂ.૧૫૦૦/-નો મુદામાલ રાખી મળી આવતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં હરીઓમ સોસાયટીની સામે જાહેર રોડ ઉપરથી દર્શનભાઇ ઉર્ફે લાલો કનુભાઇ વરાળીયા (રહે-હરીઓમ સોસાયટી,ઘુંટુ ગામ તા.જી.મોરબી મુળ રહે-હડદર તા.જી.બોટાદ) નામના શખ્સને ભારતીય બનાવટની મેકડોલ્સ નં.૦૧ કલેકશન વ્હીસ્કીની કાચની કંપની શીલપેક ૦૩ બોટલનાં રૂ.૧૧૨૫/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વજેપર શેરી નં.૪ ખાતે આવેલ અરવિદભાઈ દાદુભાઈ બાટીના રહેણાંક મકાનમાં બહારટેઝી વિદેશી દારૂનો મુદ્દામાલ મંગાવી રાખી તેનું સંગ્રહ કરી ચોરી છુપીથી તેનું વેચાણ કરવામાં આવે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂની બ્લેન્ડર પ્રાઈડ સીલેક્ટ પ્રીમીયમ વ્હીસ્કીની ૨૩ બોટલોનો કુલ રૂ.૫૭૫૦/-, બ્લેન્ડર પ્રાઈડ સીલેક્ટ પ્રીમીયમ વ્હીસ્કીની ૪ બોટલોનો કુલ રૂ.૩૪૦૦/-, એન્ટીક્યુટી અલ્ટ્રા પ્લેટીનમ વ્હીસ્કીની ૨ બોટલોનો કુલ રૂ૧૭૦૦/-તથા ગ્રીન લેબલ ધ રિચ બ્લેન્ડેડ વ્હીસ્કીની ૧૦ બોટલોનો કુલ રૂ.૩૦૦૦/- એમ કુલ ૩૯ બોટલોનો કુલ રૂ.૧૩,૮૫૦/-નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.