ટંકારાના કપડાના વેપારી પરેશભાઈ કાનજી ભાઈ દુબારિયા એ વર્ષ ૨૦૨૨ માં ફરિયાદ દાખલ કરેલ હતી. જેમાં ફરિયાદી પાસે થી જુદી જુદી વેરાયટીના કપડાની ખરીદી પેટના બિલની રકમ ન ચૂકવનાર આરોપી ને ટંકારા કોર્ટે સજા ફટકારી છે.
મળતી માહિતી અનુસાર ટંકારાના કપડાંના વેપારી પરેશભાઈ કાનજી ભાઈ દુબારિયા એ વર્ષ ૨૦૨૨ માં ફરિયાદ દાખલ કરેલ હતી. જેમાં ફરિયાદી પાસે થી જુદી જુદી વેરાયટીના કપડાની ખરીદી પેટના બિલની રકમ પરત ન કરનાર શખ્સને ટંકારા કોર્ટે સજા ફટકારી છે. રાજકોટના રહેવાસી શૈલેષભાઈ કાંતિભાઈ જોબનપુત્રાએ ફરિયાદી પાસે થી જુદી જુદી વેરાયટીના કપડાની ખરીદી કરેલ હતી આ રકમ પરત આપવા માટે ચેક આપેલ હતો જે વણ ચૂકવ્યે પરત થતાં માનશી ફેશન વર્લ્ડના પ્રોપરાઇટર પરેશભાઈ કાનજીભાઈ દુબારિયા એ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ ૧૩૮ અન્વયે ટંકારાના જયુડિસિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં વકીલ અમિત પી જાની ,રાહુલ ડી ડાંગર ,કેતન બી ચૌહાણ તથા જ્યોતિ પી દુબરીયા મારફતે સપ્ટેબર ૨૦૨૨ માં ફરિયાદ દાખલ કરેલ હતી. બાબતે કેસ ચાલી જતાં ટંકારાના જયુડિસિયલ મેજિસ્ટ્રેટ એસ.જી.શેખ સાહેબએ આરોપી ને એક વર્ષ ની સાદી કેદ ની સજા અને ચેકની બાકી રહતી રકમ ૬૦ દિવસ માં રૂ.૧,૮૯,૩૮૫/- ચૂકવવા માં કસુર થયેથી વધુ તો ત્રણ મહિનાની સાદી કેદ નો હુકમ ફરમાવામાં આવેલ છે.