Wednesday, November 27, 2024
HomeGujaratદિવાળીની ખરી ઉજવણી:સંવેદનાની માનવીય સંપદા અને ફરજ નિષ્ઠાથી વડીલોની કાળજી લેતી મોરબી...

દિવાળીની ખરી ઉજવણી:સંવેદનાની માનવીય સંપદા અને ફરજ નિષ્ઠાથી વડીલોની કાળજી લેતી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની “શી ટીમ”

મોરબી પોલીસ દ્વારા વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલા એકલા અને નિસહાય સિનિયર સીટીઝન્સની સમયાંતરે મુલાકાત લઈને તેઓને જરૂરી મદદ પૂરી પાડવાની ઉમદા કામગીરી કરવામાં આવે છે.તેમજ પોલીસ દ્વારા સીનીયર સીટીઝન્સની તહેવારોના સમયે પણ ખાસ તકેદારી રાખવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -

હવે દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ૮૨ જેટલા સિનિયર સિટીઝન્સને પોતે અસહાય કે એકલા હોવાની અનુભૂતિ ન થાય અને પોલીસ સતત તેમની સાથે છે તેવી અનુભૂતિ થાય તે માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની શી ટીમ દ્વારા ૮૨ જેટલા સિનિયર સીટીઝન્સ ની ડોર ટુ ડોર મુલાકાત લઈને જરૂરિયાત મુજબનો રાશન કીટ નુ વિતરણ કરવામાં આવ્યું હતું.આ કીટ વિતરણમાં પ્રોબેશનલ ડી.વાય.એસ.પી. એન.કે.પટેલ,મોરબી સીટી એ ડિવિઝન પીઆઈ એચ.એ.જાડેજા,શી ટીમના ઇન્ચાર્જ પીએસઆઇ પી.આર સોનારા તથા શી ટીમ ના સભ્યો હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!