ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત સંદર્ભે તાજેતરમાં સીધી ભરતીથી મોરબી જિલ્લામાં પસંદગી પામેલ નવનિયુક્ત ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) તેમજ જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગના કર્મચારીઓને નિષ્ણાંત અને અનુભવી અધિકારીઓ/કર્મચારીઓ પાસેથી તેઓની કામગીરી વિશે પ્રાથમિક માહિતી મળી રહે તે માટે બે દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારી મોરબીના માર્ગદર્શન હેઠળ એન.ડી.કુગસીયા નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ) દ્વારા મોરબી જિલ્લા પંચાયત ખાતે 08/11/2023 તથા 09/11/2023 બે દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે તાલીમ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉત્સાહભેર કર્મચારીઓ હાજર રહેલ તેમજ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન જે. પારઘી, કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા તથા જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા (IAS) દ્વારા નવનિયુક્ત કર્મચારીઓ તેઓના ક્ષેત્રમાં આગળ વધે અને સમાજને ઉપયોગી બને તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં તલાટી કમ મંત્રીના કાર્યો અને ફરજો, પંચાયત ઘારો, 1993ની ગ્રામ પંચાયત લેવલે ઉપયોગી કલમોની જાણકારી, નાણાકીય ઔચિત્યતાના નિયમો, સરકારશ્રીની વિવિઘ યોજનાઓ જેવી કે, PMAY, મનરેગા, સ્વચ્છ ભારત, ૧૫મું નાણાપંચ, આયોજનના કામો, ગ્રામ પંચાયતના આવકના સ્ત્રોતો, ઇ-ગ્રામ, ગ્રામ સ્વરાજ પોર્ટલ તેમજ ત્રિ-સ્તરીય પંચાયતની રચના અને કાર્યો તેમજ ગ્રામ, તાલુકા, જિલ્લાની સમિતિની રચના અને કાર્યો વિશે જિલ્લા પંચાયતના વરિશિષ્ટ અઘિકારી તેમજ વિષય નિષ્ણાંત તાલુકા વિકાસ અઘિકારીઓ અને અનુભવી કર્મચારી અને તલાટી કમ મંત્રી દ્રારા આ તાલીમ આપવામાં આવી હતી.