મોરબીના લાભનગરમાં ગઈકાલે રાત્રિ નાં સમયે રાજેશદાનભાઈ ગઢવીની મોહમ્મદ વલીજામ નામના ઈસમે છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. જે મામલે આજ રોજ હિન્દૂ યુવા વાહિની ગુજરાત પ્રદેશ દ્વારા આરોપી વિરુધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
હિન્દૂ યુવા વાહિની ગુજરાત પ્રદેશ દ્વારા પાઠવાયેલ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, જેહાદી મુસ્લિમ આરોપી એક હિંદુ પરિવારના ઘરની બહાર તેમને હેરાન કરવાના ઈરાદે ફટાકડા ફોડી રહ્યો હતો, જ્યારે હિંદુ પરિવારે આવું કરવાની ના પાડી તો જિહાદી મુસ્લિમ આરોપી મોહમ્મદ_વલીજામે તેમને ધમકાવવાનું શરૂ કર્યું હતું અને હિન્દુ પરિવાર ડરી ગયો અને તેઓએ પોતાના સમાજના લોકોને ફોન કરીને બોલાવ્યા, સમાજના કેટલાક લોકો તેમના ઘરે પહોંચ્યા, જ્યારે રાજેશદાનભાઈ ગઢવી જેહાદીને સમજાવી રહ્યા હતા. ત્યારે જેહાદીએ છરી કાઢી રાજેશ ગઢવી પર હુમલો કર્યો હતો. જેથી તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે બનાવને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ત્યારે હિન્દૂ યુવા વાહિનીને સ્થાનિક લોકો પાસેથી માહિતી મળી છે કે આરોપી મોરબીનો એક મોટો ગુંડો છે. જેણે મોરબીમાં ઘણી જગ્યાએ ગેરકાયદેસર જમીન પર અતિક્રમણ કર્યું છે. ત્યારે આ ઈસમ વિરુદ્ધ કડકમાં કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.