મોરબી એસપી રાહુલ ત્રિપાઠી ના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી ની ટીમે રફાળેશ્વર નજીક દરોડો પાડીને ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેકટરી ઝડપી પાડી છે.જેમાં એલસીબીએ ભરેલી બોટલ અને ખાલી બોટલો અને અન્ય મશીનરી સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી અનુસાર મોરબી એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી ટીમે રફાળેશ્વર નજીક આવેલ ગોડાઉનમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.રફાળેશ્વર નજીક આવેલ બાલાજી એન્ટર પ્રાઇઝ નામના ગોડાઉનમાં રેડ કરી ચેક કરતા ચોંકાવનારા દ્ર્શ્યો સામે આવ્યા હતા.જેમાં ભારતીય બનાવટની પરપ્રાંતીય મેકડોવેલ્સ-૦૧ કલેકશન વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બનાવટી ઇંગ્લીશ દારૂની કેફી પ્રવાહી ભરેલ બોટલો નંગ-૨૮૩૨ કી.રૂ. ૧૦,૬૨,૦૦૦/- તથા ગોડાઉનમાંથી બનાવટી તૈયાર ઇંગ્લીશ દારૂ (પ્રવાહી) લી-૨૫૦૦ કી.રૂ. ૧,૨૫,૦૦૦/- તથા સાધન સામગ્રી, જેમાં અલગ અલગ પ્રકારના લીકવીડ તથા પાવડર કેમીકલ, ખાલી બોટલો, ઢાંકણા, ઇંગ્લીશ દારૂની બોટલો ઉપર લગાડવાના સ્ટીકરો, પેકીંગ મશીન, લેબ ટેસ્ટીંગ કીટ, તથા મોબાઇલ ફોન નંગ-૦૬ તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૧૫,૬૫,૩૦૦/- ના મુદામાલ સાથે ૧૨ ઇસમ સુરેશ કુમાર આત્મારામ ડુકિયા(રહે. સિરસા ,હરિયાણા), બિશ્વજીત સાદુરામ જાટબ (ઉ.૨૭),ચંદ્રપ્રકાશ હેત રામ જાટબ (ઉ.૨૪),રિંકુ શિવપાલ કશ્યપ (ઉ.૧૯), રંજીત રોહનલાલ જાટબ (ઉ.૧૯),રાજકુમાર અઝઝું દિલાલ કેસરી ધોબી(ઉ.૨૭),રવી જયરામ જાટબ (ઉ.૨૮),લીલાધર ધરમપાલ જાટબ (ઉ.૨૨),નિલેશ ગજેન્દ્રપાલ રાઠોડ (ઉ.૨૩),ધર્મેન્દ્ર જંગ બહાદુર કશ્યપ (ઉ.૨૨) ,સચિન કુમાર સંતરામ (ઉ.૨૮) અને બલવાન સિંહ દોલતસિંહ ચૌહાણ (ઉ.૫૩) ની ધરપકડ કરવામાં આવી છે.અને મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા રફાળેશ્વર નજીક ના ગોડાઉનમાં રેડ કરવાના મોરબી એસપી રાહુલ ત્રિપાઠી ના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી દ્વારા કરાયેલ આ ઓપરેશનને અત્યંત ગુપ્ત રીતે અંજામ આપવામાં આવ્યો હતો.આ કામગીરીમાં મોરબી એલસીબી પીઆઈ ડી.એમ. ઢોલ,પીએસઆઈ કે.એચ.ભોચિયા,પીએસઆઈ એન.એચ.ચુડાસમા અને એલસીબી ની ટીમ જોડાઈ હતી.