મોરબીના લાભનગર વિસ્તારમાં રહેતો ઈસમ શેરીમાં ફટાકડા ફોડતો હોય જેને લઈ આધેડે ઈસમને થોડે દૂત ફટાકડા ફોડવાનું કહેતા ઈસમે ઉશ્કેરાઈ જઈ આધેડને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યા હતા. જે સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ લાભનગર સોસાયટીમાં રહેતા રાજેસદાન અમરદાન ગઢવીએ વલીમહમદ હબીબભાઇ મિયાણા કે જે રાજેસદાનની શેરીમા ફટાકડા ફોડતા હોય જેથી આરોપીને થોડે દુર ફટાકડા ફોડવાનુ કહેતા આરોપીને સારૂ નહી લાગતા રાજેસદાન ગઢવી સાથે બોલાચાલી કરી બિભતસ ગાળો આપી પોતાની પાસે રહેલ છરી થી રાજેશદાનને છાતીના ભાગે એક ઘા મારી ગંભીર ઇજા પહોચાડીસાહેદોને પતાવી દેવાની ધમકી આપી હતી. જે બનાવમાં રાજેશદાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે નારણભા પંચાણભા દેવસુર દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.