મોરબીમાં આપઘાતનની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક પરણિતાને તેના સાસરિયાઓ દ્વારા વધુ કરીયાવર લાવવા બાબતે અવાર નવાર મેણા ટોણા મારી તથા સારીરીક તથા માનસીક ત્રાસ આપી મરવા માટે મજબુર કરતા પરણિતાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. જે સમગ્ર મામલે મૃતકનાં માતા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં રોહિદાસપરા ખાતે રહેતા મિતલબેનના લગ્ન મનસુખભાઇ ઉર્ફે જીગો સઓ દેવજીભાઇ મીઠાભાઇ ચૌહાણ સાથે થયા હતા. જેને તેના સાસરીમા એકાદ મહિનો સારી રીતના રાખ્યા બાદ મિતલબેનના પતિ મનસુખભાઇ ઉર્ફે જીગો સઓ દેવજીભાઇ મીઠાભાઇ ચૌહાણ, સાસુ – કાંતાબેન દેવજીભાઇ ચૌહાણ, નણંદ – અરૂણાબેન ઉર્ફે પપુ દેવજીભાઇ ચૌહાણ તથા જેઠ – ગોપાલભાઇ દેવજીભાઇ ચૌહાણ (રહે. બધા રોહિદાસપરા મોરબી)એ ભેગા મળી ઘરની નાની નાની વાતમા ગાળો બોલી તથા ઢીકાપાટુનો માર મારી તથા વધુ કરીયાવર લાવવા બાબતે અવાર નવાર મેણા ટોણા મારી તથા મિતલબેનને શારીરીક તથા માનસીક ત્રાસ આપી મરવા માટે મજબુર કરતા મિતલબેને ગત તા-૦૧/૧૧/૨૩ ના રોજ પોતે કંટાળી જઇ પોતાની રીતે ગળા ફાસો ખાઇ આપઘાત કર્યો હતો. જે સમગ્ર મામલે મૃતકનાં માતા ગીતાબેન કિશોરભાઇ પરમાર દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.