Thursday, November 28, 2024
HomeGujaratમોરબીમાં ડુપ્લીકેટ દારૂ પકડાવાનો મામલો: પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા ત્રણના રિમાન્ડ...

મોરબીમાં ડુપ્લીકેટ દારૂ પકડાવાનો મામલો: પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા ત્રણના રિમાન્ડ મંજૂર આઠ જેલહવાલે

મોરબી એલસીબીએ પકડેલ નકલી વિદેશી દારૂ બનાવવાની ફેકટરી માં મોરબીના કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ? તે અંગે તપાસ થશે : એસપી રાહુલ ત્રિપાઠી

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ગતરાત્રે એલસીબી દ્વારા રફાળેશ્વર નજીક બાલાજી એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં દરોડો પાડીને નકલી દારૂની ફેક્ટરી ઝડપી પાડી હતી. જેમાં કુલ મુદ્દામાલની ગણતરી કરતાં દારૂની ભરેલી બોટલ ખાલી બોટલ તેમજ અન્ય મશીનરી મળીને ૨૬ લાખ કરતા વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને ૧૧ ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી જે તમામને આજે મોરબી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે પોલીસે ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીઓને રજૂ કર્યા હતા. જેમાં નામદાર કોર્ટ દ્વારા ત્રણ આરોપીના ૧૨ દિવસના રિમાન્ડ મજૂર કર્યા છે અને અન્ય આઠ આરોપીઓને જેલહવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસમાં ઝડપાયેલા પૈકી ત્રણ આરોપી સચિન સંતરામ રામએંજોર, બિશ્વ જીત રામ સહાય અને લીલાધર જાટબના ૧૨ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે તેમજ અન્ય ૮ આરોપીઓ ચન્દ્રપકાશ હેતરામ રામદયાલ જાટબ,રીંકુ શિવપાલ રગુનાથ કશ્યપ, રંજીત રોહનલાલ રામસાહય જાટવ,રાજકુમાર અઝઝુદીલાલ કેસરી ધોબી, રવિ જયરામ કોમીલ જાટબ,નિલેશ ગજેન્દ્રપાલ નોખેલાલ રાઠોડ,ધર્મેન્દ્ર જંગબહાદુર નથ્થુ કશ્યપ,બલવાનસિંહ દોલતસિંહ કમોતસિંહ ચૌહાણ/ઠાકોરને જેલ હવાલે કરવા હુકમ કરવામાં આવ્યો છે.

જો કે આ મામલે મોરબી એસપી રાહુલ ત્રિપાઠી જણાવ્યું હતું કે આ ગુનામાં પોલીસ દ્વારા ઝીણવપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં મોરબી ના સ્થાનિક વ્યક્તિની સંડોવણી છે કે નહિ તેની તપાસ હાલ પોલીસે રિમાન્ડ દરમ્યાન હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!