હળવદમાં અસામાજિક તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે વધુ એક અસામાજિક તત્વોના આતંકની ઘટના જોગણી માતાજીના મંદીર પાસેથી સામે આવી છે. જેમાં એક ઈસમે યુવતી પાસે બાઈક માંગતા તેને બાઈક આપવાનો ઇન્કાર કરતા ઈસમે તેના એક સાથી સાથે મળી યુવતી સહીત બે લોકો પર હુમલો કરી તોડફોડ કરી હતી. જે સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, હળવદમાં જોગણી માં ના મંદીર સામે રહેતા રેખાબેન કિરણભાઇ વાજેલીયા પાસે રાયબ ઉર્ફે મોલુ રમઝાનભાઇ ભટ્ટી (રહે-હળવદ જોગણી માતાના મંદીર સામે)એ બાઇક માંગતા યુવતીએ બાઇક નહી આપતા રાયબ ઉર્ફે મોલુને સારૂ નહી લાગતા ફરિયાદીને ભુંડા બોલી ગાળો આપી અને બાદ લાકડાના ધોકા વતી ફરીયાદી તથા સાહેદના ઘરે તોડફોડ કરી નુકશાન કરી તથા ફરીયાદીને ગાળો આપી સાહેદ મોરારભાઇને લાકડાના ધોકા વતી મુંઢ ઇજા કરી તથા ફરીયાદીના પતિને મોબાઇલમાં આરોપી સામે ફરીયાદ નહી કરવા સારૂ ગર્ભીત ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.