હળવદમાં અસામાજિક તત્વે ફરી આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં જૂની અદાવતમાં એક ઈસમે યુવકની રિક્ષામાં ધારીયા વતી તોડફોડ કરી નુકશાન કરતા સમગ્ર મામેલ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, ધ્રાંગધ્રાનાં મયુરનગર છગન પટેલના કારખાનામાં રહેતા અફઝલ અસલમભાઇ જેસડીયાને જાજ યાસીનભાઇ લોલાડીયા (રહે-હળવદ) નામના શખ્સે તેના મિત્રો સાથે ઝઘડો થયેલ હોય જેથી અફઝલએ ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરેલ હોય જે ફરીયાદનો ખાર રાખી આરોપીએ ફરીયાદીની GJ-13-AV-4346 નંબરની રીક્ષામાં ધારીયા વતી તોડફોડ કરી નુકશાન કરતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.