દિવાળીના તહેવારની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે બીજી બાજુ ગત રાત્રે મોરબીમાં ઘણી જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ બની હતી. દિવાળીની રાત્રે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે ઘણી જગ્યાએ આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઇ હતી. અને 21 સ્થળોએ આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં ગઈકાલથી અત્યાર સુધીમાં ૨૧ જેટલા આગ લાગવાના બનાવ સામે આવ્યા છે. જેને લઇ મોરબી ફાયર વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ ત્રણ ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. જેને લઈ ગઈકાલે કચરાના ઢગલામાં, જાળી ઝાંખરામાં, ખુલ્લી જગ્યામાં, નીરણ કે ઘાસચારામા મકાનની છત પર આગના બનાવો બન્યા હતા. જોકે ફાયર વિભાગની સુઝબુઝગને કારણે એક પણ બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી. ત્યારે મોરબી ફાયર વિભાગની ટીમ દ્વારા દિવાળીની આખી રાત કામગીરી કરવામાં આવી હતી. જેઓની કામગીરી મોરબીવાસીઓ દ્વારા બિરદાવવામાં આવી હતી.