વાંકાનેરમાં દિવાળીના દિવસે જૂથ અથડામણ થઈ હોવાની એક ઘટના સામે આવી છે. જેમાં ફટાકડાવા ફોડવા બાબતે થયેલ બબાલમાં મારામારી થતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં સામસામી કુલ ૧૪ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રથમ ફરિયાદ અનુસાર, ગત તા.૧૨/૧૧/૨૦૨૩ ના દિવાળીની રાત્રીના સમયે વાંકાનેરની આંબેડકરનગર શેરી નં.૨ ખાતે રહેતા જીવણભાઈ ભરતભાઈ રાઠોડ તથા માનવ વિપુલભાઈ રાઠોડને તેમના ઘર સામે ચોકમા મુકેશભાઈ મંગાભાઈ સોલંકીએ ફટાકડા ફોડવા બાબતે ફરિયાદી તથા સાહેદને ઠપકો આપી બોલાચાલી કરી ગાળો બોલી ફરિયાદીને મુકેશભાઈ મંગાભાઈ સોલંકીએ લાકડાના ધોકા વતી મોઢાના ભાગે ડાબી બાજુ કપાળના ભાગે નેણ પર મુઢ માર મારી મુંઢ ઇજા પહોંચાડી તથા યોગેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી, જેન્તીભાઈ પ્રેમજીભાઈ સોલંકી, પિન્ટુભાઈ મંગાભાઈ સોલંકી, મણીબેન મંગાભાઈ સોલંકી, નરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી, દિનેશભાઈ પ્રેમજીભાઈ ચાવડા, પારસ જેન્તીભાઈ સોલંકી તથા તુષારભાઈ જેન્તીભાઈ સોલંકી (રહે-બધા-વાંકાનેર આંબેડકરનગર તા.વાંકાનેર જી.મોરબી)એ વારાફરતી આવી ફરિયાદીને તથા સાહેદ માનવ વિપુલભાઈ રાઠોડને હાથે પગે શરીરે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા પહોંચાડતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બીજી ફરિયાદ અનુસાર, વાંકાનેરમાં આંબેડકરનગર શેરી નં.૫ ખાતે રહેતા મણીબેન મંગાભાઈ સોલંકીએ તેના ઘર પાસે ફટાકડા ફોડતા જીવણભાઈ ભરતભાઈ રાઠોડ તથા તેના મિત્રને ફટાકડા ફોડવાની ના પાડેલ અને તે બાબતે બોલાચાલી થયેલ તે બાબતનો ખાર રાખી ભરતભાઈ વિઠ્ઠલભાઈ રાઠોડ, મીનાબેન ભરતભાઈ રાઠોડ, જીવણભાઈ ભરતભાઈ રાઠોડ, ટીપુભાઈ કાળુભાઈ રાઠોડ તથા કૌશિકભાઈ ધીરૂભાઈ રાઠોડ (રહે-બધા-વાંકાનેર આંબેડકરનગર તા.વાંકાનેર જી.મોરબી)એ ફરિયાદીના ઘર પાસે વારા ફરતી આવી ફરિયાદીને ગાળો કાઢી હવે જો તમે અમારી સાથે બોલાચાલી કરશો તો તમારે ઠાર મારી નાંખશુ તેમ મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.