મોરબીમાં શ્રી રામાનંદી મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા દિવાળી બાદ આગામી તા.18/11/2023 થી 24/11/2023 સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાંથી એકઠા થયેલ ભંડોળને સમાજના કન્યા કેળવણીને લગતા કાર્યો માટે વાપરવામાં આવશે.
શ્રી રામાનંદી મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, શ્રી રામાનંદી મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ એ સમાજલક્ષી વિવિધ સેવાકીય, શૈક્ષણિક, સામાજિક પ્રવૃતિઓ થકી પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. સતત વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી સમાજમાં જાગૃતિ લાવવા બધી જ મહિલાઓ કાર્યરત હોય છે. ત્યારે આગામી દિવાળી બાદ 18/11/2023 થઈ 24/11/2023 દરમિયાન સમગ્ર રામાનંદી સમાજના પિતૃમોક્ષાર્થે તથા કથા શ્રવણના માધ્યમથી લોકોના આધ્યાત્મિક વિકાસ માટે અને સાથોસાથ કથા દ્વારા એકઠા થયેલ ભંડોળને સમાજના કન્યા કેળવણીને લગતા કાર્યો માટે સદુપયોગ કરવાના ઉમદા હેતુથી શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે મોરબીની ધર્મપ્રેમી જનતાને આ ઉમદા આયોજનને બહોળી સંખ્યામાં હાજર રહી આ કાર્યમાં સહભાગી બને એવી આયોજકો દ્વારા ઈચ્છા વ્યાકર કરવામાં આવી છે. અને મોરબીની જનતાને જાહેર આમંત્રણ પાઠવ્યું છે.