Thursday, January 9, 2025
HomeGujaratટંકારાના નાના રામપર ગામે માંડવામાં ધુણતા સમયે હાર્ટ એટેક આવતા ભુવાજીનું પ્રાણ...

ટંકારાના નાના રામપર ગામે માંડવામાં ધુણતા સમયે હાર્ટ એટેક આવતા ભુવાજીનું પ્રાણ પંખેરું ઉડી ગયું

દેશ અને દુનિયામાં હાર્ટ એટેકના સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય બની રહ્યા છે.ખાણી-પીણી અને ઝડપથી બદલાતી લાઇફસ્ટાઇલને કારણે હાર્ટ એટેકના દર્દીઓમાં વધારો થયો છે. આજકાલ લોકો હસતા-રમતા આનો શિકાર બની રહ્યા છે. ત્યારે ટંકારા તાલુકાના નાના રામપર ગામે એક પ્રૌઢનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા મોહનભાઈ પરબતભાઈ બોસીયા નામના ૫૫ વર્ષના પ્રૌઢ ગઈ કાલે રાત્રે નાના રામપર ગામે આવેલ રામનગરમાં ચામુંડા માતાજીના મંદિરે માંડવો હોય જેમાં ધુણતા હતા.ત્યારે માંડવામાં ધુણતા ધુણતા તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારે બેશુદ્ધ હાલતમાં બેસેલ ભુવાની પરિસ્થિતિથી મિનિટો સુધી આજુબાજુના લોકો અજાણ હતા. ત્યારે થોડીવાર પછી લોકોએ તપાસતા પ્રૌઢનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.ત્યારે ટંકારા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે. ત્યારે સમગ્ર ઘટનાનો વિડિયો વાયરલ થયો છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!