માળીયા મીયાણાના મોરબી કચ્છ નેશનલ હાઇવે આરામ હોટલ સામે રોડ પર ટ્રક ચાલકે ગફલતભરી રીતે પોતાનું ટ્રક ચલાવી અટિકા ગાડીની ખાલી સાઈડમાં ભટકડતા અટિકા ગાડીના ચાલક તથા તેમાં સવાર લોકોને ઈજા પહોંચાડતા સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, જામનગરનાં બેરાજા ગામે રહેતા અનીલભાઇ જગદીશભાઇ સોલંકી માળીયા મીયાણા ના મોરબી કચ્છ નેશનલ હાઇવે આરામ હોટલ સામે સી.એન.જી પંપ પાસેથી ગત તા.૧૫/૧૦/૨૦૨૩ના રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામા પોતાની GJ-04 CR-6755 નંબરની અટીકા ગાડી લઇ સાહેદો સાથે જતાં હતા ત્યારે આર.જે-13-જી.બી-2651 નંબરનાં ટ્રકના ચાલકે પોતાનું ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી અટીકા ગાડીની ખાલી સાઇડમા ભટકાડતા ફરીયાદી અનીલભાઇ જગદીશભાઇ સોલંકીને છાતીના ભાગે મુઢ ઇજા પહોંચાડી, સાહેદ મણીબેન તથા જયતીભાઇ તથા ઉમેદભાઇને શરીરે મુઢ ઇજાઓ પહોંચાડી, સાહેદ જગદીશભાઇ સાથળના ભાગે ફેકચર જેવી ઇજા કરી સાહેદ સોહમને લીવરના ભાગે, સાહેદ ચમનભાઇને છાતીના ભાગે ગંભીર ઇજા તેમજ સાહેદ શૈલેશને માથામા હેમરેજ તથા બન્ને સાથળના ભાગે ફેકચર જેવી ગંભીર ઇજાઓ કરી તેમજ અટીકા ગાડીમા નુકશાન કરતા ટ્રક ચાલક વિરૂદ્ધ માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાયો છે.