કેરાળા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમ યાત્રા નીકળી
વાંકાનેરમાં કેરાળા ગામે બેસતા વર્ષના દિવસે રૈયભાઈ ગોલતર નામના વ્યક્તિ રામ રામ કરવા જતા ગોપાલ બાંભવા અને લાખા ભાઈ બાંભવાએ તલવાર વડે હુમલો કરી ને ગોપાલ નામના આરોપીએ બે રાઉન્ડ ફાયર કર્યા હતા જેમાં રૈયભાઇ નામના વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને તેઓએ લાખાભાઇ બાં ભવા અને ગોપાલ બાંભવા વિરૂદ્ધ વાંકાનેર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે આરોપી ગોપાલ ની અટકાયત કરી ને તપાસ હાથ ધરી હતી.
જ્યારે ફાયરિંગ કેસમાં લાખાભાઇ નામના આરોપીને પોલીસ પકડે પહેલા જ ફરિયાદીના સગા સબંધીઓ એ લાખાભાઇ નામના આરોપી ને વાંકાનેરના વઘાસિયા નજીક આંતરી ને નાથુભાઈ ગોલતર તેમજ અન્ય ત્રણ થી ચાર લોકોએ મળી ને લાકડી અને ઢીકા પાટું થી મરણતોલ માર માર્યો હતો જે બાદ ઈજાગ્રસ્ત થયેલ લાખાભાઇ ને પ્રથમ રાજકોટ અને બાદમાં અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને વાંકાનેર શહેર પોલીસ મથક માં ચાર જેટલા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી .બાદમાં સારવાર દરમિયાન તેઓનું મોત થતા સમગ્ર બનાવ હત્યામાં પલટાયો હતો.
તેમજ બન્ને પક્ષના લોકો એક જ ગામમાં રહેતા હોવાથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે મોરબી એલસીબી,એસઓજી અને વાંકાનેર શહેર પોલીસ સહિત ના હથિયારધારી પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મૃતકની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી.