મોરબી ક્રાઈમ બ્રાન્ચ અને પેરલ ફર્લો સ્કવોડ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જાંબુડીયા ગામ આરટીઓ કચેરી સામે મહેન્દ્રા બોલેરો પીકપ ગાડીમાં બનાવેલ ચોર ખાનામાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની કુલ ૧૭૨ નંગ કિંમત રૂપિયા ૧,૨૬,૧૬૦ તથા અન્ય મુદ્દા માલ મળી કુલ ૬,૨૬,૬૬૦ ના મુદ્દા માલ સાથે એક ઇસમની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ક્રાઈમ બ્રાન્ચ પેરલ ફર્લો સ્કવોડ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોરબી તાલુકાના જાંબુડીયા ગામ આરટીઓ કચેરી સામે રોડ ઉપર મહિન્દ્રા બોલેરો પીકપ ગાડી નંબર જીજે-18-AZ -0988 વાળીના ઠાઠામાં ચોરખાનું બનાવી તેમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરે છે તેવી ચોક્કસ હકીકતના આધારે રેઇડ કરતા ગેરકાયદેસર પાસ પરમિટ વગરનો પરપ્રાંતીય ભારતીય બનાવટની વોડકાની બોટલો નંગ કુલ ૧૭૨ કિંમત રૂપિયા ૧,૨૬,૧૬૦ તેમજ મોબાઇલ ફોન અને મહેન્દ્રા બોલેરો મળી કુલ રૂ ૬,૨૬,૬૬૦/- નો મુદ્દા માલ કબજે કરી દશરથભાઈ હરકનભાઈ રબારી નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે રાજસ્થાનના રાનીવાડા ખાતે રહેતા રાજૂ નામનાં શખ્સની અટકાયત કરવા ચક્રો ગતીમાન કર્યા છે. તેમજ આરોપી વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.