Wednesday, January 8, 2025
HomeGujaratભાજપની ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા'ના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને...

ભાજપની ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને સોંપાઈ

વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાનું બીજુ ચરણ ૩ ડિસેમ્‍બરથી શરુ કરવામાં આવશે. આ યાત્રાના રાજયના ઇન્‍ચાર્જ તરીકેની જવાબદારી બ્રિજેશ મેરજાના ખભ્ભે નાખવામાં આવી છે. કેન્‍દ્ર સરકારની લોકકલ્‍યાણની યોજનાઓને છેવાડા સુધી પહોચાડવાનો હેતુથી નીકળનાર આ યાત્રામાં નરેશ પટેલ, કૌશિક વેકરિયા, હિતેન્‍દ્ર પટેલ, હરેશ મોદી, યોગેશ પંડયા સહાયક, ઇન્‍ચાર્જ તરીકે બ્રિજેશ મેરજા સાથે જોડાશે.

- Advertisement -
- Advertisement -

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ૧૫ નવેમ્બર એટલેકે ‘જનજાતીય ગૌરવ દિવસ’થી દેશભરમાં જનહિતલક્ષી યોજનાઓના લાભની પાત્રતા ધરાવતો એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામા આવ્યો છે. આ યાત્રા બે તબકકામાં શરૂ કરાઈ છે. આ યાત્રા દેશના તમામ જિલ્લાઓની તમામ ગ્રામ પંચાયતો અને શહેરી વિસ્‍તારોમાં આવશે. આ યાત્રા દરમ્‍યાન વિવિધ સ્‍થળોએ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે. ભાજપ તરફથી આ યાત્રાના સમગ્ર ગુજરાતના ઇન્‍ચાર્જ તરીકે પૂર્વ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાને જવાબદારી સોંપાયેલ છે. પ્રથમ તબકકામાં આદિવાસી ગૌરવ દિવસ (૧પ નવેમ્‍બર)ના રોજ વડાપ્રધાન મોદી દ્વારા ઝારખંડના રાંચીથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે, જે ર૧ રાજયોના ૬૮ આદિવાસી પ્રભુત્‍વ ધરાવતા જીલ્લાઓમાં ર લાખ પ હજાર ગ્રામ પંચાયતોમાં પ્રચાર અભિયાન તરીકે ચાલશે. બીજા તબકકામાં આ યાત્રા પ્રદેશના તમામ જિલ્લાઓમાં તા. ૩ ડીસેમ્‍બરથી શરૂ થશે અને તા. ર૬ જાન્‍યુઆરી ર૦ર૪ સુધી ચાલશે.

મુખ્‍યમંત્રી, કેન્‍દ્રીય મંત્રીઓ, રાજય સરકારના મંત્રીઓ, ધારાસભ્‍યો સહિત પક્ષના તમામ હોદેદારો ૩ દિવસ સુધી યાત્રા સાથે જોડાશે. સાંસદોએ પોતાના મત વિસ્‍તારની યાત્રામાં તમામ દિવસોમાં ઉપસ્‍થિત રહેવા સરકાર દ્વારા આદેશ અપાયો તેમજ વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા માટે પ્રદેશ ભાજપ તરફથી બનાવવામાં આવેલ ટીમમાં પૂર્વ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાને રાજયના ઇન્‍ચાર્જ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. સહઇન્‍ચાર્જ તરીકે નરેશ પટેલ (ત્રણદેવી), કૌશિક વેકરિયા (અમરેલી), હિતેન્‍દ્ર પટેલ (સહપ્રવકતા), હરેશ ચૌધરી (રમત ગમત સેલ) અને ડો. યોગેશ પંડયા (પંચમહાલ) ને નિયુકત કરવામાં આવ્‍યા છે. તેમજ આગામી દિવસોમાં શહેર-જિલ્લા કક્ષાએ પણ ઇચાર્જની નિયુક્તિ કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!