બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા.૧૬ ના રોજ છત્તર ગામે રહેતા આરોપી જગમાલભાઇ નારણભાઇ જુંજાએ પોતાના રહેણાક મકાનનાં ફળીયામાં ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇગ્લીંશ દારૂની બોટલો નંગ ૪૮ (કિં.રૂ. ૧૮,૦૦૦) વેચાણ કરવાના ઇરાદે રાખેલ હોય. ટંકારા પોલીસે ઈંગ્લીશ દારૂનો મુદામાલ કબ્જે કરી આરોપી જગમાલ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની અટકાયત કરવામાં આવી છે.