.મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત છ લોકો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
મોરબીના રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટ નામના શોપિંગ સેન્ટરમાં કામ કરતા યુવાનને ૧૬ દિવસનો પગાર બાકી હોય તેની માંગ કરતા ઈસમોએ તેને કામના સ્થળે બોલાવી જાતિ પ્રત્યે હડધુત કરી ઢીકા પાટું તેમજ પટ્ટા વડે માર માર્યો હતો. તેમજ યુવાનને મોં માં ચંપલ લેવડાવી માફી મંગાવતો અને ખંડણી માંગવા આવ્યો હોય તેવું બોલાવતો વિડિયો બળજબરીથી ઉતારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબી એ ડિવિઝન પોલીસે સ્ટેશન ખાતે છ લોકો આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરાયો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીના ગાંધી સોસાયટી નજરબાગ રેલવે સ્ટેશન પાછળ રહેતા નિલેશ કિશોરભાઈ દલસાણીયા નામના યુવાનને રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટમાં રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં ગત તા.૦૨/૧૦/૨૦૨૩ ના કામે રાખેલ હતા. જ્યાં ૧૮/૧૦/૨૦૨૩ ના રોજ કામે આવવાનીના પાડી દીધેલી હતી. જેથી જ્યાંથી નીકળી ગયેલ હતો.પરંતુ પગાર નહિ આવતા તેણે ગત તા.૦૬/૧૧/૨૦૨૩ ના રોજ આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા ને ફોન કરી પગાર માંગતા ફોન ઉપાડવાનું બંધ કરી દીધેલ હતું અને ઘણા સમય સુધી પગાર નહિ આપતા ફરિયાદી પોતાનો પગાર લેવા બાબતે રવાપર ચોકડી ખાતે આવેલ કેપિટલ માર્કેટ નામના શોપિંગ સેન્ટરમાં ગઈકાલે તા.૨૨/૧૧/૨૦૨૩ ના રોજ ગયા હતા જ્યાં ફરિયાદી તથા સાહેદો અનુસુચિત જાતિના હોવાનું જાણતા છતાં આરોપી ડી.ડી. રબારી એ ભાવેશ મકવાણાને ફડાકો મારી નીકળી જઈ તેમજ આરોપી ઓમ પટેલ, રાજ પટેલ અને પરીક્ષિત તથા અજાણ્યા માણસોએ ફરિયાદીને પકડી મોઢાં પર ફડાકા મારી છત પર લઈ જઈ આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબ,ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને અજાણ્યા ઈસમોએ કમર પટ્ટા વડે તથા ઢીકા પાટુંનો માર મારી વાસના ભાગે તથા જમણા હાથના પોચામાં તેમજ શરીરમાં મૂઢ ઈજાઓ પહોંચાડી આરોપી વિભૂતિ પટેલે મો માં ચંપલ લેવડાવી અપમાનિત કરી આરોપી રાજ પટેલે માફી માંગતો વિડિયો ઉતારી મનફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો છે.સમગ્ર ચકચારી બનાવ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.