Monday, November 18, 2024
HomeGujaratટંકારામાં સરકારી જમીન પચાવી પાડનાર બે ઈસમો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ...

ટંકારામાં સરકારી જમીન પચાવી પાડનાર બે ઈસમો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

મોરબી જિલ્લા કલેકટર દ્વારા હુકમ કરતા ટંકારા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા નોંધાવાઈ ફરીયાદ

- Advertisement -
- Advertisement -

ટંકારા મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કેતન સખિયા તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા દબાણકારો નાથવા માટે હાથ ધરેલી કવાયત મા વધુ એક ફરીયાદ નોંધાઈ છે જેમાં ટંકારા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દિલીપભાઈ ચકુભાઈ પાલરીયા (ઉ.વ.૩૬) એ આરોપી રમજાન કરીમભાઈ માડકીયા, તથા હાસમભાઈ આદમભાઈ ભુંગર(રહે. બધાં ટંકારાવાળા) વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે સને ૨૦૨૧ ના વર્ષથી આજદીન સુધી આરોપીઓ રમજાન કરીમભાઈએ ટંકારા ગામના નગરનાકા પાસેની જુની જકાતનાકાની કચેરી જે ૩૦ વર્ષથી બંધ હોય તેમા પંચરની કેબીનનો ભંગારનો માલસામાન રાખેલ તે તથા મકાનના બહારના ભાગે ઉત્તર દિશાએ પતરાની કેબીન તથા શેડ બનાવી જેનુ ક્ષેત્રફળ આશરે ૧૫૦ ચો.ફુ જેવુ થાય તે તથા આરોપી હાસમભાઈ એ જકાતનાકાના મકાનની આશરે ૭૦ ફુટ પશ્વિમે આશરે ૧૨૦ ચો.ફુટ જગ્યામા ઇંટ આર.સી.સી ના પાકા ચણતરથી દુકાન બનાવી જેથી દિલીપભાઈએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩, ૪(૩), ૫(ગ) તથા આઇ.પી.સી. કલમ-૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા દબાણકારો વિરુદ્ધ અગાઉ પણ લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે આ કિસ્સામાં પણ કમિટી સામે કેસ આવતા જીલ્લા કલેકટર દ્વારા ફરીયાદ કરવા હુકમ કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!