મોરબીમાં અનુસૂચિત જાતિના યુવાનને પગાર માંગવા બાબતે ઢોર માર મારીને મોઢામાં ચપ્પલ લેવડાવવા મામલે પોલીસે વિભૂતિ પટેલ ઉપર રાણીબા સહિત બાર લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે તેમજ આ ઘટનાને બે દિવસ વીતી જવા છતાં હજુ સુધી આરોપીઓ ન પકડાતા મોરબી અનુસુચિત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે.તેમજ આરોપીની ઝડપથી ધરપકડ કરવા માટે અને કાવતરું કર્યા અંગેની કલમનો ઉમેરો કરવા માટે માંગ કરવામાં આવી હતી ત્યારે પોલીસે પણ આ ઘટનામાં લૂંટની કલમનો ઉમેરો કરવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને આરોપીઓની શોધ કોળ પણ ચાલુ છે તેમજ મુખ્ય આરોપી છે રાણીબા તે પાસપોર્ટ ધરાવતી હોવાથી લુક આઉટ નોટિસ પણ ઇસ્યુ કરવા તરફ તજવીજ હાથ ધરી છે.
મોરબીમાં બે દિવસ પહેલા અનુસૂચિત સમાજના નિલેશ દલસાણીયા નામના યુવકને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા તેમજ રાજ પટેલ,ઓમ પટેલ, પરીક્ષિત ,ડી.ડી.રબારી તેમજ અન્ય ઈસમો મળી કુલ ૧૨ કરતા વધુ લોકોએ ઢોર માર મારી અને મોઢામાં ચપ્પલ લેવડાવ્યું હતું. તેમજ ફરિયાદી યુવક પાસેથી પોતે ખંડણી માગવા આવ્યો છે તેઓ વિડિયો પણ બળજબરીથી બનાવડાવી લીધો હતો.
જે બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર તે ખસેડાયો હતો જે બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. જે બાદ બે દિવસ સુધી એક પણ આરોપી ન પકડાતા મોરબી અનુસૂચિત સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અને મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકો મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચીને જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી અને આ ઘટનાના આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવામાં આવે તેમ જ આ ગુનામાં કાવતરા ની કલમનો ઉમેરો કરવામાં આવે તેવી માંગ કરી હતી સાથે જ આ ઘટના બાબતે અનુસૂચિત સમાજના લોકોએ ડીવાયએસપીને ફોન કરવા છતાં ડીવાયએસપીએ ફોન રીસીવ ન કરતા તે બાબતે પણ રજૂઆત કરતા જણાવ્યું હતું અને dysp ઝાલા જાતિવાદી હોવાના સનસનીખેજ આક્ષેપ લગાવ્યો હતો.જોકે જિલ્લા કલેકટર અને ડીવાયએસપી દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી હતી અને અનુસૂચિત સમાજના લોકોએ સાંજ સુધીમાં આરોપીઓને પકડી પાડવા માટે અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે.