ટંકારા તાલુકા મથકનુ ટાઉન હોય અને સરકારી બેન્કની માન્યતા વચ્ચે ગ્રામ્ય વિસ્તારની જનતા બેન્ક કામકાજ પૈસા ઉપાડ – જમા કરાવવા માટે આવતી હોય જ્યારે બિજી તરફ ૪૫ ગામડામાં વચ્ચે માત્ર બે શાખા હોય ગ્રાહકોને સેવા સાથે સુવિધા ઉપલબ્ધ કરવા ટંકારા SBI ખાતે કેસ ડિપોઝીટ મશીન મુકવાની માંગણી ઉઠી છે જેનો સીધો ફાયદો બેન્ક અને ગ્રાહકોને થશે.
આજના ડિઝીટલ પેમેન્ટના યુગમાં આગળીના ટેરવે હવે બેન્કોના કામકાજ થઈ રહ્યા છે એની સાથે ખાતામાં જમા ઉધાર માટે પણ મોટી સંખ્યામાં લોકો વ્યવહાર કરે છે. ત્યારે ટંકારા તાલુકા મથકનુ ટાઉન હોય જ્યા હજારો દેશ પરદેશના માઈગ્રેડ મજુરો કામકાજ અર્થે આવેલા છે અને બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં SBI ભરોસાની અને સરકારી બેન્કની માન્યતા વચ્ચે અહી બે જેટલી જ બ્રાંચ ૪૫ ગામડામાં ગ્રાહકોને ભારે ભીડને કારણે સમયનો બગાડ થાય છે.ત્યારે ટંકારા SBI બેન્ક ખાતે કેસ ડિપોઝીટ મશીન મુકવામાં આવે તો અનેક સમસ્યા અને સુવિધાઓ વચ્ચે સેવા ચુચારૂ રૂપે માંનવતા ગ્રાહકોને મળી રહે. આનો સીધો ફાયદો કેસ જમા કરાવવા માટે આવતી ભીડ ધટાડી શકાય ઉપરાંત ધણા બધા મજુરો ખાતામાં ડિપોઝીટ કરાવવા માટે કમિશન આપે છે તો એમની મહેનતનો રૂપિયો બચત કરી શકે. સ્ટાફ ધટ હોવાની સમસ્યા સર્જાય ત્યારે ફાયદો થાય વેપારી, વિધાર્થી, સહિતના લોકો એના ફુરસદના ટાઈમે ડિપોઝીટ કરવા માટે જઈ શકે. ઉપરાંત બેન્કને પણ વારી ધડીએ એટીએમ મા કેસ નાખવાની તસ્દી ન લેવી પડે. શનિ રવી રજા ની વાત વચ્ચે પણ ગ્રાહકો કામ કરી શકે એવા અનેકોનેક ફાયદા કેસ ડિપોઝીટ મશીન મુકતા મળી શકે છે ત્યારે ટંકારા આ સુવિધાને તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માંગણી ઉઠી છે.
આ મશીન મૂકવાથી બેંક અને ગ્રાહક બંનેને ફાયદો થશે ATMમાં કેશ ડિપોઝિટ કરાવવાથી બેંક તેમજ ગ્રાહકોને ફાયદો થશે કારણ કે, જે પૈસા ગ્રાહક ATM મશીનમાં જમા કરશે તેનો ઉપયોગ ઉપાડ માટે પણ કરી શકાશે. એવામાં ATMમાં વારંવાર કેશ ભરવી નહીં પડે બેન્ક હડતાળ કે લાંબી રજાના દિવસે તો આ સેવા આશિર્વાદ રૂપ બની શકે છે. અડધી રાત્રે પણ સગા સંબંધી કે કુટુંબીને ઈમર્જન્સી કોઈ અન્ય શહેરમા પૈસાની જરૃર પડે તો માદરે વતનથી નાખી શકાય છે.નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ સિસ્ટમ તરફ આગળ વધી રહી છે ત્યારે ટંકારા કેસ એટીએમ માટે ઝુંબેશ કરે છે. NPC નેશનલ ફાઇનાન્શિલ સ્વિચ દ્વારા ગમે તે બેન્ક ના ગ્રાહક કોઈપણ એટીએમ માં ડિપોઝીટ કરી શકે છે એ માટે ના તબક્કે કામ ચાલુ છે.યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)ને પણ આ જ રીતે અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ નવી ટેક્નિકને ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇન બેંકિંગ ટેક્નોલોજી(IDBRT) દ્વારા તૈયાર કરવામાં આવી છે.પરંતુ ટંકારા પંથકના હજારો લોકો એક કેશ ડિપોઝીટ મશીન માટે પણ વલખા મારે છે.