ખેડૂતો અને અનેક સિરામિક એકમોમાં નુકશાન
ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર રાજ્યમાં માવઠાની શરૂઆત થઈ ચૂકી છે. જેના લીધે હવે રાજ્યમાં ઠંડી પોતાની પકડ જમાવા લાગી છે. પારો ગગડી રહ્યો છે અને પવનની દિશા પણ બદલાઈ રહી છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે મોરબીમાં વહેલી સવારે કમોસમી માવઠું વરસ્યું હતું. અને મોરબી અને વાંકાનેરના વિવિધ વિસ્તારોમા ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. તેમજ વાંકાનેરમાં કરા અને પવન સાથે કમોસમી માવઠું આવ્યું હતું. ત્યારે કમોસમી માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.તેમજ કરા પડતા અનેક સિરામિક એકમોમાં પણ નુકશાન થવા પામ્યું છે.