Tuesday, November 19, 2024
HomeGujaratમોરબીનાં ઔદ્યોગિક એકમોમાં જર્જરિત થયેલ ભાગોને ત્વરિત રીપેરીંગ કરાવવા જિલ્લા કલેકટરનો આદેશ

મોરબીનાં ઔદ્યોગિક એકમોમાં જર્જરિત થયેલ ભાગોને ત્વરિત રીપેરીંગ કરાવવા જિલ્લા કલેકટરનો આદેશ

રાજ્યભરમાં આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. મોરબીમાં પણ કમોસમી વરસાદે ચોમાસા જેવો માહોલ સર્જી દીધો હતો. તેમજ અનેક વિસ્તારોમાં કમોસમી કરાનો વરસાદ પણ વરસ્યો હતો. ત્યારે મોરબીનાં ઔદ્યોગિક એકમોમાં જર્જરિત થયેલ ભાગોને ત્વરિત રીપેરીંગ કરાવવા જિલ્લા કલેકટર દ્વારા આદેશ અપાયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં આવેલ તમામ કારખાનાના માલીક / સંચાલકોને સૂચના આપવામાં આવી હતી કે, આજે તા.26/11/2023 ના રોજ આવેલ તેજ પવન સાથે કમોસમી કરાનો વરસાદ પછી કારખાનામાં જોઈ કોઈ જુના કે જર્જરીત કે તૂટી જવાની સંભાવના હોય તેવા બિલ્ડીંગના ભાગો કે અન્ય જોખમી ભાગો હોય તો આવા દરેક ભાગોને તાકીદે રીપેરીંગ કરવા અને આવા દરેક ભાગોની આજુબાજુ કોઈપણ શ્રમીક/શ્રમયોગી/વ્યક્તિ ના જાય તેની પૂરતી તકેદારી રાખવા તથા સિમેન્ટ શિટના છાપરાના રીપેરીંગ કે પતરા બદવાની કામગીરી માટે કોઈપણ શ્રમિકોને કામે રોકતા પહેલા તેઓની પુરતી સલામતી માટે IS સ્ટાન્ડર્ડના સલામતીના સાધનો જેવાકે સેફટી બેલ્ટ, સેફટી હાર્નેસ, હેલ્મેટ, ક્રાઉલિંગ બોર્ડ, વગેરે સાધનો અચૂક આપવા તથા કામગીરી શરુ કરતા પહેલા “પરમીટ-ટુ-વર્ક એટ હાઈટ” સિસ્ટમનો અમલ થાય તથા આવી કામગીરી જવાબદાર વ્યક્તિના સતત સુપરવિઝન હેઠળ જ કરવામાં આવે તે સુનિસ્ચિત કરવા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા તેમજ મોરબી જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ નાયબ નિયામક ઉદય રાવલ દ્વારા સૂચના આપવામાં આવી છે.

વધુમાં જિલ્લા કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એલપીજી ટેંક અને એલપીજી/નેચરલ ગેસની પાઇપલાઇન ચાલુ કરતા પહેલા લાઈનમાં કોઈપણ જાતની લીકેજ ન હોય તેની ખાતરી કરી લેવી અને એલપીજી/નેચરલ ગેસ વપરાશ અંગેની SOP ચુસ્ત રીતે અમલ કરવી અને એલપીજી લીકેજ ના થાય તે અંગે તેના સુરક્ષાના સાધનો કામ કરે છે કે નહીં તેની સુનિશ્ચિત કરવી અને લેમીનેટના કારખાનામાં ફોર્માલ્ડિહાઈડ ના પ્લાન્ટ ચાલુ કરતા પહેલા ફિનોલ, મિથેનોલ તથા ફોર્માલ્ડિહાઈડ ની પાઇપલાઇન યોગ્ય રીતે ચેક કરવી અને પ્લાન્ટ ચાલુ કરવા અંગેની સુરક્ષિત SOP અમલ કરવી. જો તેમ કરવામાં ચૂક થશે કે કોઈપણ શ્રમિકોને અકસ્માત નડશે તો નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, મોરબી કચેરી દ્વારા કારખાના ધારા-૧૯૪૮ હેઠળ સખ્ત કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!