મોરબીમાં દેશી દારૂ ઝડપાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. મોરબી તાલુકા પોલીસે કચ્છ મોરબી નેશનલ હાઇવે પરથી એક કારમાં લઈ જવાતો દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. ટીજ એક આરોપીની અટકાયત કરી છે. જયારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસે બાતમીનાં આધારે કચ્છ મોરબી નેશનલ હાઇવે પર રવિરાજ ચોકડી પાસે વોચ ગોઠવી રાખી ઇરફાન ગુલામભાઇ જામ (રહે.મોરબી નવલખી રોડ રણછોડનગર મુળ રહે.ઉપલેટા મિંયાણાવાસ જી.રાજકોટ) નામના શખ્સની GJ-૦૩-FK-7529 નંબરની સફેદ કલરની મારૂતી સુઝીકી સ્વીફટ ગાડી રોકી તેમાં તપાસ કરતા ગાડીમાં પ્લાસ્ટિકના ૦૮ બાચકામાં રહેલ ૦૫ લીટરની ક્ષમતાવાળી મોટી પ્લાસ્ટિકની કુલ ૮૦ કોથળીઓમા રહેલ રૂ.૮,૦૦૦/-ની કિંમતનો કુલ ૪૦૦ લીટર કેફી પીણું પ્રવાહી દેશીદારૂના જથ્થા સાથે પકડી પાડી આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તેણે શાહરૂખ ફિરોજભાઇ પઠાણ (રહે.મોરબી વીસીપરા)ના કહેવાથી સલીમ ઉર્ફે કલો (રહે.સુરજબારી જી.કચ્છ ભુજ) પાસેથી આ મુદ્દામાલ મેળવી વેચાણ કરવાના ઇરાદે ગાડીમાં રાખી હેરાફેરી કરતો હતો. જેને પોલીસે ત્રણેય આરોપીઓ વિરુધ્ધ ગુન્હો દાખલ કરી પકડાયેલ આરોપી પાસેથી કાર સહીત કુલ રૂ.૨,૦૮,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને અન્ય બંને આરોપીઓ વિરુધ્ધ ગુન્હો દાખલ કરી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.