Thursday, December 26, 2024
HomeGujaratમોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવ નોંધાયા:પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ...

મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવ નોંધાયા:પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી

મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુ ના બે બનાવ નોંધાયા છે. જેમાં મોરબીમાં એક મહિલાનું પેટમાં દુખતા મોત નીપજ્યું હતું. જયારે વાંકાનેરમાં એક યુવકે પોતાની જાતે ખડમાં છાંટવાની ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, છોટાઉદેપુરનાં નાની ઝેર ગામે રહેતી પરણિતા રેખાબેન મહેશભાઇ નાયકા ગત જુલાઈ મહિનામાં મોરબી જીલ્લાના બરવાળા ગામે પોતાના પતી સાથે મજુરી કામે આવી રોકાયેલ હતી. દરમ્યાન પેટમાં દુખાવો ઉપડતા પ્રથમ સારવાર મોરબી આયુષ હોસ્પીટલ બાદ વધુ સારવાર સરકારી હોસ્પિટલ રાજકોટ ખાતે લઇ જતા જે ચાલુ સારવાર દરમ્યાન ગત તા-૧૨/૧૦/૨૦૨૩ નારોજ ફરજ પરના ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરતા મરણજનરનાં મૃતદેહને પોતાના વતન ગત તા.૧૩/૧૦/૨૦૨૩ ના રોજ છોટ્ટાઉદેપુર ખાતે પોતાના ગામ નાની ઝેર ખાતે લઈ જતા મરણજનારના ભાઇ કમલેશભાઇ હરેસીંગભાઇ નાયકાને પોતાની બેન રેખાબેનના મરણનુ ચોક્કસ કારણ જાણવા છોટ્ટાઉદેપુર સરકારી હોસ્પિટલ ખાતે મરણજનારનાં મૃતદેહનુ પી.એમ કરાવતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં, વાંકાનેરનાં મહિકા મંજુર હુશેનભાઇ બાદીની વાડીએ રહેતા બબલુ ધુલસિંહ ઘારવા દારૂની ટેવ ધરાવતા હોય જેથી તેના પત્નિએ પતિને દારૂ પીવાની ના પાડતા તેના પતિને માઠુ લાગતા વાડીએ ખડમાં છાંટવાની ઝેરી દવા પોતે જાતેથી પી જતા તેને બેભાન હાલતમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો.જેથી વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!