મોરબીમાં જુગારીઓ પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે બે સ્થળોએ રેઈડ કરી જાહેરમાં જુગાર રમી રહેલા કુલ આઠ શકુનિઓને પકડી પાડી તેમના વિરુધ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બાતમીનાં આધારે મોરબીનાં વાવડી રોડ ના નાકે મહેન્દ્રપરા રોડ ઉપર રેઈડ કરી જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીન-પતીનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમી રમતા રફીકભાઇ આરીફભાઇ ઠાસીરયા, રમેશભાઇ શ્યામલાલ ગૌતમ, મુસ્તાકભાઇ અબ્દુલભાઇ સેવંગીયા તથા અગ્યારામ મીઠાઇલાલ ચૌહાણ નામના શખ્સોને જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડા રૂ.૧૨,૬૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં, માળીયા મી. પોલીસની ટીમે બાતમીનાં આધારે ઇદગાહ પાસે જેડા ના વાડા વિસ્તારની બાજુમાં ખુલી જગ્યામાં રેઈડ કરી સ્ટ્રીટલાઇટના અજવાળે ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હાર જીતનો તીન પતિનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમતા જુશબભાઇ ડાડાભાઇ કટીયા, અબ્દુલભાઇ નુરમામદભાઇ ભટ્ટી, જાનમામદભાઇ હબીબભાઇ જેડા તથા આમીનભાઇ જાનમામદભાઇ જેડાને રોકડા રૂપિયા.૧૨૪૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.