હળવદ મોરબી હાઇવે પર કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં હળવદનાં માનસર ગામ પાસે અચાનક આઈ ટેન કારમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. કારમાં સવાર લોકો તાત્કાલિક નીચે ઉતરી જતાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
મળતી માહિતી અનુસાર, હળવદ મોરબી હાઇવે પર માનસર ગામ પાસેથી પસાર થઈ રહેલ આઈ ટેન કારમાં અચાનક આગ લાગી હતી. જો કે કારમાં સવાર લોકોએ સમય સુચકતા દાખવી તાત્કાલિક નીચે ઉતરી જતાં કાર સવાર લોકોનો ચમત્કારી બચાવ થયો હતો. બનાવની જાણ થતા જ હળવદ નગરપાલિકા ફાયરફાટરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જયારે અંદાજિત ૨ લાખથી વધુની કાર બળીને ખાખ થઈ ગઈ હતી.