Thursday, December 26, 2024
HomeGujaratહળવદના વતની અને ખ્યાતનામ ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી સ્વ.ઝવેરિલાલ મહેતાને હળવદવાસીઓ દ્વારા શ્રદ્ધાંજલિ...

હળવદના વતની અને ખ્યાતનામ ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી સ્વ.ઝવેરિલાલ મહેતાને હળવદવાસીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

પૂજ્ય સાધુ સંતો અને સમાજ શ્રેષ્ઠીઓ ની ઉપસ્થિત માં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

- Advertisement -
- Advertisement -

હળવદ ના વતની અને હળવદ ઝાલાવાડ અને ગુજરાત નું ગૌરવ દેશ અને દુનિયા માં વધાર્યું તેવા ફોટો જર્નલિસ્ટ અને પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત ઝવેરીલાલ મહેતા નું 27 નવેમ્બર 2023 ના રોજ ટુંકી બીમારી બાદ ૯૬ વર્ષ ની ઉમરે દુઃખદ અવસાન થતાં આજરોજ હળવદ મધ્યે આવેલ શિશુ મંદિર ખાતે સદગત ની આત્મા ને શાંતિ મળે તે હેતુ થી પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં હળવદ ના સમાજ શ્રેષ્ઠીઓ સહિત નગરજનો એ ભાવપૂર્વક શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ઝવેરીલાલ મહેતા 1980ના દાયકાથી ગુજરાત સમાચાર સાથે સંકળાયેલા હતા.

તેઓ ગુજરાત રાજ્યના 13 મુખ્ય પ્રધાનોના જીવન અને સમયના દસ્તાવેજીકરણ માટે લોકપ્રિય હતા અને તેમના લેન્સે 2001ના ધરતીકંપ અને 1998ના કચ્છ ચક્રવાત જેવી ઘટનાઓને કેદ કરી હતી તેમના લેન્સ દ્વારા ક્લિક કરેલ ફોટોગ્રાફ્સ હ્રદયસ્પર્શી હતા અને ફોટો સ્ટોરી ની ત્રણ થી ચાર લીટી માં ઘણો બધો સંદેશ લોકો ને મળી રહેતો હતો ઝવેરીલાલ દલપતરામ મહેતા અને સાહિત્ય અને શૈક્ષણિક પત્રકારત્વના ક્ષેત્રોમાં તેમના યોગદાન બદલ 2018માં પદ્મશ્રી નાગરિક પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો 2018 માં, ઝવેરીલાલ મહેતાને ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ પીઢ ગુજરાતી ફોટો જર્નાલિસ્ટ શ્રી ઝવેરીલાલ મહેતાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી પ્રધાનમંત્રીએ લાંબી અને વિશિષ્ટ કારકિર્દીમાં ફોટો જર્નાલિઝમના ક્ષેત્રમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું અને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની સાથે નો ફાઈલ ફોટો શેર કરી શોક વ્યક્ત કર્યો હતો ત્યારે હળવદ ખાતે આવેલ શિશુ મંદિર ખાતે આયોજિત પ્રાર્થના સભા માં પૂજ્ય સાધુ સંતો અધિકારીશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓ અને સમાજ શ્રેષ્ઠીઓ અને સેવાભાવી લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત શિશુ મંદિર ની બાળાઓ દ્વારા સંસ્કૃત શ્લોકો ના પઠન થકી સહ વિશેષ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને હાજર સૌ લોકો એ ઝવેરીલાલ મહેતા સાથે ના પોતાના સંસ્મરણો ને વાગોળ્યા હતા અને તેમની આ ઉમરે પણ યુવાન જેવી સ્ફૂર્તિ અને નિર્વિવાદિત વ્યક્તિત્વ અન્યો માટે પ્રેરણારૂપ છે તેમ કહ્યું હતું આ કાર્યક્રમ ને સફળ બનાવવા શિશુ મંદિર ના સંચાલકો સહિત યુવાનો એ મહેનત કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!