મોરબીમાં આવેલ રિલાયન્સ મોલ ના કર્મચારીએ પોલીસ મથકમાં અરજી કરી છે જેમાં વિશાલ બોરિચા નામનો શખ્સ રિલાયન્સ મોલમાં આવીને દાદાગીરી કરીને જ્ઞાતી પ્રત્યે અપમાનજનક શબ્દો કહેતા કાર્યવાહી કરવા માટે ની અરજી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવી છે.
મોરબીમાં આવેલ રિલાયન્સ મોલના કર્મચારી શૈલેષભાઈ પરમારએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈને કરેલ અરજી માં જણાવવામાં આવ્યું છે કે વિશાલ બોરીચા નામનો ઇસમ રિલાયન્સ મોલમાં આવીને અરજદાર સાથે દાદાગીરી કરીને જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલ્યાં હોવાથી વિશાલ બોરિચા નામના ઇસમ વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની રજુઆત કરવામાં આવી છે. તેમજ આ અરજી સાથે સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ રજૂ કરવામાં આવ્યા હતા.