Friday, January 10, 2025
HomeGujaratમોરબી જિલ્લા પોલીસની કાર્યવાહી:ત્રણ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઇસમોને દબોચી...

મોરબી જિલ્લા પોલીસની કાર્યવાહી:ત્રણ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઇસમોને દબોચી લીધા

મોરબીમાં વિદેશી દારૂનો જથ્થો પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે ત્રણ સ્થળોએ રેઈડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઈસમોને પકડી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીનાં આધારે મોરબી તાલુકાના બેલા ગામની સીમ, વાટેરો સિરામીક પાસે રેઈડ કરી રાહુલ મોહનભાઇ રેવર (રહે. મહેન્દ્રનગર ચોકડી, તા.જી.મોરબી, મુળ રહે. સોલડી, તા.ધ્રાંગધ્રા, જી.સુરેન્દ્રનગર) નામના શખ્સને મેકડોવેલ્સ નં.૦૧ સુપીરીયર વ્હીસ્કીની રૂ.૭૫૦ની કિંમતની ૦૨ બોટલના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે બીજા બનાવમાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની બીજી ટીમ દ્વારા શક્તિચેમ્બરની બાજુમાથી ગોપાલભાઇ વિનુભાઇ સિતાપરા (રહે-લાલપર , નવા પ્લોટ મોરબી-૨) નામના શખ્સને ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ નં.૦૧ ડીલક્ષ ઓરીજનલ વ્હીસ્કીની ૦૨ બોટલના રૂ.૭૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે કીરણભાઇ માવજીભાઇ સોરઠીયા (રહે,અંજાર વૈશાલી સીનેમા પાછળ શિવ શકિત સોસાયટી જી.કચ્છ) નામના શખ્સને મોરબીનાં શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ સામેથી ઈસમે પોતાના પેન્ટના નેફામા ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની રોયલ ચેલેન્જ ગોલ્ડ વિસ્કીની ૧ બોટલનાં રૂ.૩૭૫/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!