Friday, January 10, 2025
HomeGujaratમોરબી કંડલા બાયપાસ રોડ પર કાર ચાલકે સ્કૂટર સવાર યુવાનોને હડફેટે લેતા...

મોરબી કંડલા બાયપાસ રોડ પર કાર ચાલકે સ્કૂટર સવાર યુવાનોને હડફેટે લેતા એકનું મોત:એક સારવાર હેઠળ

મોરબી કંડલા બાયપાસ રોડ પર આવેલ નેક્ષસ સિનેમા સામે આરોપીએ એન્ડોવર કાર પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી ફરિયાદીના દીકરા એક્ટિવા પર બેસી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે હડફેટે લઈ લેતા માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ થયું છે. જ્યારે મિત્રને માથાના ભાગે ઈજા થતાં અમદાવાદ ખાતે સારવાર ચાલી રહી છે. ત્યારે એન્ડોવર કાર ચાલક વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી કંડલા બાયપાસ રોડ પર આવેલ નેક્ષસ સિનેમા સામે તારીખ ૧૧/૧૧/૨૦૨૩ કલાક- ૦૮/૩૦ વાગ્યાનાં અરસામાં આરોપીએ પોતાના હવાલાવાળી એન્ડોવર કાર નંબર GJ-36-AC-0073 વાળી પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી બેદરકારીથી ચલાવી ફરીયાદી અશોક શિવલાલ કારિયાનાં પુત્ર માસુમભાઈ ઉ.વ.૧૮ વાળા તેમજ તેના મિત્ર શુભમ ભાવેશભાઈ એકટીવા મોટર સાયકલ નં- GJ-03-BJ-3134 પર બેસી રોડ ક્રોસ કરતા હતા તે વખતે તેઓને હડફેટે લઇ માસુમભાઈને માથામાં હેમરેજ જેવી ઈજા, છાતી/પેટ નાં ભાગે ગંભીર ઈજા તેમજ સાહેદ શુભમભાઈ ને માથામાં શરીરે ગંભીર ઈજા પહોચી છે. ફરીયાદીનાં પુત્ર માસુમભાઈ સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા છે. જ્યારે સાહેદ શુભમભાઈ હાલ અમદાવાદ હોસ્પિટલમાં સારવારમાં હોય આરોપીએ બનાવ બાબતે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા વગર પોતાનું વાહન લઈ જતાં રહેતા તેના વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરી અટકાયતી પગલાં લેવા માટેની કામગીરી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!