Wednesday, November 27, 2024
HomeGujaratમોરબીના બેલા ગામ નજીક થયેલ યુવાનની હત્યાના ગુનાને ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢતી...

મોરબીના બેલા ગામ નજીક થયેલ યુવાનની હત્યાના ગુનાને ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ ઉપર થયેલ હત્યાના ગુનામાં ગણતરીની કલાકોમાં કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ કિશોરોને ક્રાઈમ બ્રાન્ચ મોરબી દ્વારા હસ્તગત કરવામાં આવ્યા છે. તેમની પાસેથી ગુનામાં વપરાયેલ સાધનો પણ કબજે કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના ફ્યુઝન ગ્રેનાઈટો ફેક્ટરી લેબર કોલોનીમાં બેલાગામની સીમ ખાતે રહેતો અને મૂળ મધ્યપ્રદેશના ધોરાડુંગરી તાલુકાના મૂળ ધરમપુરના રાજીવ નારાયણ રાજક્રિષ્ણ સરકારના ભાઈ અંબરીશ નારાયણ સરકાર ગત તા.03/12/2023ના કુદરતી હાજતે ગયેલ હોય જેને કોઈ અજાણ્યા માણસોએ કોઈ અગમ્ય કારણોસર છાતીના નીચેના ભાગે હથિયાર વડે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી જેનું સારવાર દરમિયાન મૃત્યુ પામતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. આ ઘટના વહેલી સવારે છ વાગે બનતા પોલીસે સ્થળની વિઝિટ કરી હ્યુમન ઈન્ટેલિજન તથા ટેકનિકલ સર્વિલન્સ મારફતે આરોપીઓ બાબતે તપાસ કરતા સંઘર્ષમાં આવેલ બાળકો મોબાઇલ ફોન લૂંટ કરવાના ઇરાદે એને આતરી ઝપાઝપી કરેલ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકે છરીનો એક ઘા મરણ જનારનાં છાતીના નીચેના ભાગે મારેલ હોવાની ચોક્કસ બાતમી મળતા મોરબી વીસીપરાથી અમરેલી રોડ ઉપરથી કિશોરોને હસ્તગત કરવામાં આવ્યા છે. જે ત્રણેય કિશોરોને મોરબી એલસીબી ની કચેરી ખાતે લાવી વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ત્રણેયે મોબાઇલ ફોન લુંટવાની કોશિશ કરતા મરણ જનારે પ્રતિકાર કરતા છરીનો એક ઘા મરણ જનારના છાતીના ભાગે મારતા ગંભીર ઈજા થતા ત્રણેય કિશોરો ત્યાંથી મોટર સાયકલ લઈને નાસી ગયેલ હોય તેવી કબુલાત આપી હતી. જેને લઇ મોરબી તાલુકા પોલીસે ગુનામાં વપરાયેલ મોટરસાયકલ કિંમત રૂપિયા 25,000 અને 2 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10,000 મળી કુલ 35,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.તેમજ ત્રણે કિશોરને જુવેનાઇલ જસ્ટિસ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા જ્યાં ત્રણે કિશોરને બાળ સુધારણા ગૃહમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!