મોરબીનાં થોરાળા પાટીયા પાસે આવેલ દેવકુંવર ટેકનોફેબ નામના કારખાનામાં આવેલ લેબર કોલોનીમાં રહેતા આશુકુમાર હરેશ્વર તીવારી નામના યુવકનું ગઈકાલે કોઈ પણ કારણોસર પોતાના લેબર ક્વાર્ટર રૂમમાં મોત નીપજ્યું હોય જેને લઈ ચીરાગભાઈ પ્રવિણભાઈ દેત્રોજા દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને મૃતદેહનો કબ્જો મેળવી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ યુવકનું મોત કેવી રીતે નીપજ્યું તે જાણવા માટે યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. અને મોરબી તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.