રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જિલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા મોરબી એલ.સી.બી.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ. વ્યાસને જરૂરી સૂચના કરતા તેઓના માર્ગ દર્શન હેઠળ મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોરબી સર્કીટ હાઉસ સામેથી એક ઇસમને ચોરી, છળકપટથી મેળવેલ ૧૨ મોબાઇલ ફોન તથા મોટરસાઈકલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમને ખાનગીરાહે હકિકત મળેલ કે, રાકેશ ભુપતભાઇ (રહે મોરબી, સામાકાંઠે કુળદેવી પાન પાછળ, મફતીયાપરા) મોરબી જીલ્લા વિસ્તારમાં આવેલ સિરામીક એકમોમાં મજુરીકામ કરતા મજુરની ઓરડીમાંથી તથા માણસોની નજર ચૂકવી ચોરી કે છળકપટથી મેળવેલ મોબાઇલ ફોન સાથે મોરબી સર્કીટ હાઉસ સામે રોડ ઉપરથી મોટરસાઈકલ સાથે મોબાઇલ ફોન વેચવા કે સગેવગે કરવાની પેરવી કરનાર હોય જે ચોક્કસ હકિકતના આધારે સ્થળ પર વોચ કરતા રાકેશ ભુપતભાઇ સકેરા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન સાથે મળી આવતા જેને રોકી તેની જરૂરી પુછપરછ કરી તેની પાસે રહેલ મોબાઇલ ફોન ચેક કરતા અલગ અલગ કંપનીના કુલ ૧૨ મોબાઇલ ફોન મળી આવેલ તથા તેની પાસે રહેલ GJ-27-AQ-4982 નંબરની હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઈકલના કાગળો તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવતા તેને મોરબી એલ.સી.બી.કચેરી ખાતે લઇ જઈ મોબાઇલ ફોન બાબતે સઘન પુછપરછ કરતા આ મોબાઇલ તેણે અલગ અલગ તારીખ સમયે અલગ અલગ વિસ્તાર ખાસ કરી પાવરયાળી, હુવા માટેલ રોડ ઉપર આવેલ કારખાનાની મજુરોની ઓરડીઓમાંથી આ મોબાઇલ ફોન ચોરી કે છળકપટથી સેરવીને મેળવેલ હોવાનું હોવાનું જણાવતા હોય જેથી પકડાયેલ ઇસમ પાસેથી અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન રૂ.૮૧,૦૦૦/- તથા GJ-27-AQ-4982 નંબરનું મોટરસાઈકલ રૂ. ૧૦,૦૦૦/- નું મળી કુલ રૂ. ૯૧,૦૦૦/- નો મુદામાલ સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબજે કરી રાકેશ ભુપતભાઇ સકેરાને સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોંપવામાં આવ્યો છે.