Monday, April 21, 2025
HomeGujaratઅમદાવાદમાં વર્ષ ૨૦૨૧માં દીકરીની આબરૂ લૂંટનાર નરાધમ પિતાને વીસ વર્ષની કેદ:નરોડા પોલીસે...

અમદાવાદમાં વર્ષ ૨૦૨૧માં દીકરીની આબરૂ લૂંટનાર નરાધમ પિતાને વીસ વર્ષની કેદ:નરોડા પોલીસે એકઠા કરેલ મજબૂત પુરાવા મહત્વપૂર્ણ સાબિત થયા

અમદાવાદમાં પિતા-પુત્રીનાં સંબંધોને શરમાવે એવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે ગઈકાલે ૪૧ વર્ષીય પિતાને તેની ૧૨ વર્ષની પુત્રી પર દુષ્કર્મ કરવા બદલ દોષી ઠેરવ્યા બાદ તેને ૨૦ વર્ષની જેલની સજા ફટકારી છે.ઉલ્લેખનીય છે કે, દુષ્કર્મની ઘટના વર્ષ ૨૦૨૧ માં બની હતી.જેથી નરોડા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી ને કડક સજા મળે તે માટે મજબૂત પુરાવા એકત્ર કર્યા હતા અને જે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.જે પુરાવા અને સાક્ષીઓ ને સાંભળીને કોર્ટ દ્વારા આરોપીને સજા નો હુકમ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વર્ષ ૨૦૨૧ માં અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા અને નરાધમ પિતાએ તા.૨૮-૬-૨૦૨૧ નાં રોજ સાંજનાં સમયે તેની સગીર વયની દિકરીને તેઓનાં રહેણાંક મકાનનાં ઉપરનાં ભાગે ધાબા ઉપર ઝાડું મારવાનાં બહાને લઇ જઇ મોંઢાનાં ભાગે ડુચો મારી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે ભોગબનનાર ની માતા જોઈ જતા તેણે લાકડા વડે ફટકા મારીને તેના પતિને દીકરીથી દૂર કર્યો હતો.ત્યારે બનાવને પગલે
આરોપીએ પરિવાર સમક્ષ માફી માગી હતી. બાદમાં આરોપીને લાગતા કે પત્ની પોલીસ ફરિયાદ કરશે એટલે છરો લઈને ધમકાવી હતી.જે બાદ પત્ની તેના બાળકોને લઈ પોતાના ભાઈને ત્યાં જતા રહ્યા હતા. અને સમગ્ર મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવા જતા સમગ્ર મામલે તે સમયના નરોડા પોલીસ મથકના પીઆઈ શક્તિસિંહ અરવિંદસિંહ ગોહિલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.તેમજ નરાધમ પિતાની ધરપકડ કરી હતી.આરોપીની ધરપકડ કર્યા બાદ નરોડા પોલીસ દ્વારા મજબૂત પુરાવા એકત્ર કરવમાં આવ્યા હતા .અને આરોપી સામે અમદાવાદની સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલ પોક્સોની વિશેષ અદાલતમાં કેસ ચાલ્યો હતો. જેમાં પીડિત પક્ષે સરકારી વકીલ ભરત પટણીએ દલીલો કરી હતી. જે દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં લીધા પછી, નામદાર જજ જે.કે.પ્રજાપતિ ની કોર્ટમાં આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો અને તેને ૨૦ વર્ષની કેદની સજા ફટકારી હતી.તેમજ નામદાર પીડિતાને ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવા પણ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!