વાંકાનેરમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં વાંકાનેરનાં ગુંદાખડા ગામની સીમમાં માલ-ઢોર ચરાવવા બાબતે યુવક સમજાવવા જતા ઈસમોએ યુવકને ગાળો ભાંડી ઢોર માર મારતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં ગુંદાખડા ગામે રહેતા ચોથાભાઇ બેચરભાઇ શાપરા નામના યુવકે ચારવા રાખેલ ખેતર પાસે ઈસમો માલ-ઢોર લઇ આવતા ઈસમોને સમજાવવા જતા કરમણ ખીમા ભરવાડ, દાના ખીમા ભરવાડ, રામા સીંધા ભરવાડ તથા વેલા ગોકળ ભરવાડએ ગાળો ભુંડા બોલી દાના ખીમાએ ફરિયાદીના ભાઇ પોપટભાઇ કરમશીભાઇને લાકડી વતી માર મારતા વાસાના ભાગે મુંઢ ઇજા થતા તેમજ બીજા ઈસમોએ ઢીકા પાટુનો માર મારતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.