રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા મોરબી જિલ્લા પોલીસને જરૂરી સૂચનો આપેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજકોટ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. ટીમ તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રવીભાઇ દેવીપૂજક (રહે. મોરબી શનાળા રોડ,કેનાલ પાસે) હાલે રાજકોટ ખાતે શાકભાજીની રેકડીની ફેરીનો ધંધો કરે છે. તેવી ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા તુરંત જ પોલીસની ટીમ સાથે હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા નાસતો ફરતો આરોપી રવીભાઇ પરસોતમભાઇ વિકાણી રૈયા ગામના બસ સ્ટેશન પાસેથી મળી આવ્યો હતો. જેને લઇ આરોપીને હસ્તગત કરી સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ. મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે,