Friday, January 10, 2025
HomeGujaratમોરબીમાં પુરપાટ ઝડપે જતાં બાઈક ચાલકે હડફેટે લેતા માસૂમ બાળકનું મોત

મોરબીમાં પુરપાટ ઝડપે જતાં બાઈક ચાલકે હડફેટે લેતા માસૂમ બાળકનું મોત

મોરબીમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતી મોટરસાઈકલે જુના ઘુટુ રોડ સીમ્પોલો સીરામીકના કારખાનાની સામે મેઘા સીરામીક તરફ જતા રસ્તા એક 9 વર્ષીય બાળકને હડફેટે લેતા બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મૃતકનાં પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં જુના ઘુટુ રોડ સોફાઇ ગોડાઉનની ઓરડીમા રહેતા મૂળ દેવભુમી દ્વારકાનાં કરશનભાઇ કાળુભાઇ ડફેરનો 09 વર્ષીય દીકરો મનીષ ગત તા-૦૪/૧૨/૨૦૨૩ ના રોજ સાંજના આશરે ચારેક વાગ્યાની આસપાસ મોરબી જુના ઘુટુ રોડ સીમ્પોલો સીરામીકના કારખાનાની સામે મેઘા સીરામીક તરફ જતા રસ્તા ઉપર રોડના ખુણા ઉપર આવેલ શાકભાજીના થડા પાસે હતો. ત્યારે જી-જે-૩૬-એ-જી-૦૭૭૮ નંબરનૈં મોટરસાઈકલના ચાલકે પોતાનું મોટરસાઈકલ મોરબી જુના ઘુટુ રોડ ઉપર ઘુટુ ગામ તરફથી પુરઝડપે અને બેફીકરાઇથી માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી મનીષ સાથે એકસીડન્ટ કરી મનીષને જમણી બાજુ માથાના પાછળના ભાગે ઇજા પહોચાડતા બાળકને પ્રથમ મોરબી સરકારી સીવીલ હોસ્પીટલ સારવારમાં ખસેડ્યા બાદ ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે સારવારમા દાખલ કરતા ચાલુ સારવાર દરમ્યાન બાળકનું ગત તા-૦૭/૧૨/૨૦૨૩ ના રોજ સવારમા આશરે આઠેક વાગ્યાની આસપાસ મોત નિપજતા તેમજ આરોપી આરોપી અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર થઈ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!