મોરબી જીલ્લા કલેકટર તથા જીલ્લા વિકાસ અધિકારી મોરબી ની સુચના અને માર્ગદર્શન મુજબ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી મોરબી ડૉ. જે.એમ.કતિરા દ્વારા તા. ૧૭/૧૨/૨૦૨૦નાં રોજ જીલ્લા પંચાયત મોરબીના સભાખંડ ખાતે મોરબી જીલ્લાનાં તમામ ૪૨ કોલ્ડચેઈન પોઈન્ટનાં કોલ્ડચેઈન હેન્ડલરને જીલ્લામાં કોરોના વેક્સીનનાં આગામી આયોજનનાં ભાગ રૂપે કોલ્ડ ચેઈન અને વેક્સીન લોજીસ્ટીકનું મેનેજમેન્ટ માટેનું ઓરિએન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું
આ ઓરિએન્ટેશન વર્કશોપમાં કોરોના વેક્સીનની આયોજન મુજબ જરૂરિયાત, આવેલ વેક્સીનને યોગ્ય તાપમાને જાળવવાની વ્યવસ્થા, જીલ્લાની વિવિધ ૪૨ કોલ્ડ ચેઈન પોઈન્ટ ઉપર વેક્સીનને યોગ્ય તાપમાને પહોંચાડવાની વ્યવસ્થાવ્યવસ્થા તેમજ કોલ્ડચેઈન પોઈન્ટથી લાભાર્થી સુધી વેક્સીનને યોગ્ય તાપમાને પહોંચાડવાની વ્યવસ્થા તેમજ પરત આવેલ વેક્સીનને યોગ્ય તાપમાને જાળવવાની વ્યવસ્થા વગેરે બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ અને આયોજન તૈયાર કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં મોરબી જીલ્લા નાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે. એમ. કતિરા, જીલ્લા આરસીએચઓ ડૉ. વિપુલ કારોલિયા તથા જીલ્લા કક્ષાના VCCM વિજયકુમાર વાઘેલા દ્વારા જીલ્લાનાં ૪૨ કોલ્ડચેઈન પોઈન્ટને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી આગામી સમયમાં મોરબી જીલ્લામાં કોરોના વેક્સીન અંગેની કામગીરી માટે વેક્સીનની જાળવણી માટેની ટીમ સજ્જ થઇ ગયેલ છે.