મોરબીમાં જુગાર રમતા ઈસમોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે ત્રણ સ્થળોએ રેઈડ કરી જુગાર રમતા/રમાડતા છ ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય ત્યારે તેઓને મળેલ બાતમીનાં આધારે ઇન્દિરાનગર મંગલમ વિસ્તાર શેરીમાં રેઈડ કરતા જાહેરમાં જીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા હાજીભાઇ ઉમરભાઇ જામ તથા શાકિરઅલી રમજાનઅલી શેખ રોકડા રૂ.૨,૦૨૦/- સાથે સ્થળ પરથી મળી આવતા તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જયારે બીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીનાં આધારે મોરબી માળીયા નેશનલ હાઈવે રોડ ઉપર કાવેરી સિરામિક પાસે શક્તિસોસાયટી પાસે આવેલ ગેરેજ પાસે રેઈડ કરી જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા સાઉદીનભાઇ ઓસ્માણભાઇ કટીયા, જુસબભાઇ મામદભાઇ મોવર તથા ગુલામહુશેન અભરામભાઇ મોવર નામના ઈસમોને રોકડા રૂ.૪,૪૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા દરોડામાં, વાંકાનેર સીટી પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વાંકાનેર મીલપ્લોટ ચોકમા એક ઈસમ જાહેર ખુલ્લી જગ્યામા નસીબ આધારીત વર્લીફીચરના આકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડી રહ્યો છે. ત્યારે બાતમીનાં આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી કરણભાઈ સનસુગમભાઈ નાયકર નામના શખ્સને વર્લી સાહીત્ય સહીત રોકડા રૂ.૪૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.