માળીયા મી. તાલુકાને નગરપાલીકાનો દરજ્જો તો આપવામાં આવ્યો છે. પરંતુ સરકાર દ્વારા માળીયા (મી.) ને ગ્રામ પંચાપત જેટલી પણ સુવિધા આપવામા આવતી નથી. તેવા આક્ષેપ સાથે માળીયા મી. આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા આજે પ્રજાને સાથે રાખી મોરબી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવામાં આવ્યું હતું. અને જો તેમના મુદ્દાઓનું નિરાકરણ નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
માળીયા મી. આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા તથા જીલ્લા મહામંત્રી ભાવિન ફેફર-એડવેકેટ તથા માળીયા મી. તથા મોરબી જીલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરતા તથા માળીયા (મી.) ની પ્રજા દ્વારા આજ રોજ માળીયા (મી.)ની પ્રાથમીક જરૂરીયત જેવી કે, રોડ રસ્તા, સારૂ આરોગ્ય, તથા મફત સારૂ શિક્ષણ તથા બસ સ્ટેશન, મામલતદાર કચેરીનુ નવિનીકરણ કરવા બાબતનુ આવેદન મોરબી જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું. અને આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, માળીયા (મી.) ને નગરપાલીકા બનાવવામા આવેલ છે પરંતુ માળીયા (મી.) ને ગ્રામ પંચાપત જેટલી પણ સુવિધા પ્રશાસન તથા સરકાર દ્વારા આપવામા આવતી નથી. તેવા આક્ષેપો આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા તથા જીલ્લા મહામંત્રી ભાવિન ફેફર-એડવેકેટ દ્વારા કરવામા આવેલ છે. વધુમા તેઓ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે, માળીયા (મી.) શહેરની કોઈપણ અધીકારી કે પદધિકારી મુલાકત લેતું નથી. એટલે માળીયા (મી.) ની પ્રજા શુ ગુજરાતમા રહેતી નથી ? માળીયા (મી.) શહેર મોરબી જીલ્લામા નથી આવેલ ? તો કેમ માળીયા (મી.) શહેરના લોકો સાથે આવો અન્યાય કરાવામા આવે છે ? જેવા આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમજ જો પ્રાથમીક મુદાઓનુ નિરાકરણ નહિ આવે તો આંદોલનની ચીમકી પણ આગેવાનો દ્વારા ઉચ્ચારવામા આવી હતી.