રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ ગંભીર ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા મોરબી જિલ્લા પોલીસને સૂચન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને સેલવાસથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હોય દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે હકિકત મળેલ કે, રબી તાલુકા પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો આરોપી સંતોષ રામાધીન શાસ્ત્રી (રહે. મુળ બંડુઆ તા. સરીદા જી. હમીરપુર ઉત્તર પ્રદેશ) વલસાડ, સેલવાસ તરફ હોવાની ચોકકસ હક્કિત મળેલ હોય જે હક્કિતનાં આધારે પોલીસ મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા નાસતો ફરતો આરોપી સંતોષ રામાધીન દુબે (રહે. હાલ. સાયલીગામ, સાયલી- સેલવાસરોડ ઉપર સાંઇબાબના મંદિર સામે, ચાલમાં તા.જી. સેલવાસ) મળી આવતા તેને હસ્તગત કરી સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ. મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસને સોપવામાં આવ્યો છે.