મોરબીમાં વઘાસિયા પાસે મીડિયા માં અહેવાલ પ્રસારિત થયા બાદ નકલી ટોલનાકાના કોભાડમાં 11 દિવસ પહેલા ગુનો નોંધાયો છે જેમાં ઉમિયાધામના પ્રમુખ જેરામ ભાઈ પટેલ પુત્ર અમરશી પટેલ, વઘાસિયા સરપંચ ધર્મેન્દ્રસિહ ઝાલા સહિત છ વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ વાંકાનેર પોલીસે જાતે ફરિયાદી બનીને નોધી છે.ત્યારે આ તપાસ મોરબી ડીવાયએસપી ઝાલા અને વાંકાનેર પ્રાંત અધિકારી ની આગેવાનીમાં ચાલી રહી છે જો કે હાલ મોરબી ડીવાયએસપી ની ટીમ જ આરોપીઓને શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે. પરંતુ 11 દિવસ બાદ પણ આરોપીઓ ડીવાયએસપી ઝાલાની ટીમ ના હાથમાં નથી આવ્યા ત્યારે શું પોલીસ ની ટીમ કામ નથી કરતી કે પછી કામ કરવા દેવામાં નથી આવતું એ હાલ મોટો પ્રશ્ન છે.
જો પોલીસ ધારે ગમે તેવા ગુનેગારોને ભોંયતળિયા માંથી શોધી કાઢે પણ ડીવાયએસપી કોણ જાણે કોને સારા થવા આરોપીઓને પકડી નથી રહ્યા એ સમજાતું નથી ત્યારે આ મામલે આજે મોરબી નકલી ટોલનાકાના આરોપીઓને આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી જેમાં આ અરજી માંમોરબી નકલી ટોલનાકા કૌભાંડ મામલે બે આરોપીના આગોતરા જામીન નામદાર સેશન્સ કોર્ટ વિ. ઍ. બુદ્ધ સાહેબ દ્વારા વઘાસિયાના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને તેના ભાઈ યુવરાજસિંહ ઝાલાના આગોતરા જામીન રદ કરવામાં આવ્યા છે ત્યારે મોરબી ડીવાયએસપી પી એ ઝાલા આવી કોઈ પણ મેટર હોય તેમ મીડિયાને જાણે ગણતા ના હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જો કોઈ મીડિયા કે પત્રકાર માહિતી માટે તો તેને ગર્ભિત ભાષામાં જવાબ આપે છે પરંતુ ડીવાયએસપી સાહેબ આપ મીડિયા ને માહિતી આપવા બંધાયેલ છો અને આપના કોઈ પણ એવા નિવેદન થી અમે ડરવાના નથી સમાચાર લખવો અને પ્રશ્ન પૂછવો એ અમારો બંધારણીય હકક છે એ અમે કરીશું જ એ પછી તમે ખોટા ગુના માં ફીટ કરી દેવાની ચર્ચ કરો કે પછી અન્ય કોઈ બાબત એ કાયદો કાયદાનું કામ કરશે અને અમારા ન્યાય માટે કોર્ટ છે લોકતંત્ર છે પરંતુ સત્ય પ્રકાશિત કરતા અમને કોઈ નહીં રોકી શકે આપ મોરબીના વિભાગીય ડીવાયએસપી છો અને માહિતી આપવા બંધાયેલ છો અને સત્ય લખવા અમે બંધાયેલ છીએ માટે મોરબીના આ ચકચારી ટોલનાકાના મામલે હાલ સુધી ડીવાયએસપી દ્વારા કોઈ માહિતી આપવામાં નથી આવી જે ને લઈને સામાન્ય લોકોમાં પણ ચર્ચાનો માહોલ છે ત્યારે શું ડીવાયએસપી ઝાલાની ટીમ કોઈ રાજકીય પ્રેશર થી દબાઈ ગઈ છે.? કે કેમ એ ચર્ચા નો વિષય છે હાલ મોરબી માં છેલ્લા કેટલાક સમય થી ચાલે છે પણ આવા અધિકારીને ખાણ ખનીજ ની ચોરી કે અન્ય ગેર પ્રવૃત્તિઓ કેમનનથી દેખાતી એ પણ ચર્ચાનો વિષય છે હાલ આ આરોપીઓ પોલીસ પકડ થી દુર છે પકડાય પછી આ ટોલનાકા ના મુખ્ય આરોપીઓ અને આકા કોણ છે એ સત્ય બહાર આવશે.