પ.પુ. સદ્રુંરું શ્રી કેશવાનંદબાપુની સાધના ભૂમિમાં મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 પૂ.માં શ્રી કનકેશ્વરીદેવીજીના દ્રઢ સંકલ્પથી ચાલી રહેલી મોરબી જિલ્લાની એકમાત્ર બ્રહ્મર્ષિ શ્રી કેશવાનંદબાપુ વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના દશાબ્દિ મહોત્સવ અંતર્ગત ત્રી દિવસીય 28 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ, શ્રી ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષકમંડળ અમદાવાદ તથા શ્રી સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય મોરબીના સંયુક્ત ક્રમે તારીખ 28 થી 30 ડિસેમ્બરના રોજ ત્રિ દિવસીય રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા 2023-24 નું આયોજન શ્રી ખોખરા હનુમાન હરિધામ મોરબી મુકામે કરવામાં આવ્યું છે. રાજ્ય રાજેશતરીયા શાસ્ત્રીય સ્પર્ધામાં ગુજરાત રાજ્યની 46 જેટલી પાઠશાળામાં 600 જેટલા ઋષિ કુમારો ભાગ લેશે તથા 100 જેટલા વિદ્વાનો નિર્ણાયક તરીકે અને માર્ગદર્શન તરીકે જોડાશે આ સ્પર્ધામાં 36 રાષ્ટ્રીય વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સ્પર્ધામાં જે પ્રથમ ક્રમે આવશે તેઓને અયોધ્યા મુકામે યોજનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા મળશે વધુમાં આ સ્પર્ધામાં જ્ઞાન સાથે વિજ્ઞાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રિ દિવસીય રાજેશ સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાની સાથે ભારતનો અંતરીક્ષ વિકાસ અને વિજ્ઞાની અભિગમ માટે વેદ ભાષા સંસ્કૃત અને અવકાશ વિજ્ઞાનના સમન્વય સમાન ત્રિ દિવસીય વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શનનો પણ આયોજન કરવામાં આવશે આ પ્રદર્શનની મુલાકાતે રાજ્યની તમામ પાઠશાળાઓના સ્પર્ધા માટે આવેલ ઋષિ કુમાર તેમજ મોરબી જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓને પણ લાભ આપવામાંઆવશે. જ્ઞાન વિજ્ઞાનના સમન્વય સાથે પૂ. માંના પારમાર્થીક સ્વરૂપને ચરિતાર્થ કરતી પ્રવૃત્તિ એટલે શ્રી સદ્રુરું વાત્સલ્ય વાટિકા (શિશુગૃહ) તથા વાનપ્રસ્થાન (વૃદ્ધાશ્રમ) ઉદધાટન કરવામાં આવશે. જે જ્ઞાન,વિજ્ઞાન અને પરમાર્થના ના ત્રિવેણી સંગમ સ્વરૂપ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.