ટંકારામાં હાર્ટ એટેકથી મોતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ટંકારાના વીરપર ગામે એક મહિલા પતિ સાથે મોટરસાયકલમાં વાડીએ જતા હતા તે દરમ્યાન તેઓને હાર્ટ એટેક આવતા નીચે પછડાયા હતા. જેઓને સારવારમાં ખસેડાતા ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા.
મળતી માહિતી અનુસાર, ટંકારાના વીરપર ગામે રહેતી શોભનાબેન કાનજીભાઇ ઉધરેજા નામની મહિલા ગત તા.૧૪/૧૨/૨૦૨૩ ના સવારનાં સમયે તેઓના પતિ સાથે મોટરસાયકલમાં વાડીએ જતા હતા તે દરમ્યાન શોભનાબેનને અચાનક છાતીમાં દુખાવો સાથે ચકર આવતા નીચે પડી જતા બેભાન થયા હતા, જેને લઈ તેઓના પતિ દાવર તેમને સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ મહિલાને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પરના ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી અને સમગ્ર મામલે ટંકારા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.