આગામી દિવસોમાં 31st આવનાર છે, ત્યારે મોરબીમાં થર્ટી ફર્સ્ટને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ એકશન મોડમાં જોવા મળી રહી છે. જેને લઈને ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે ચાર સ્થળોએ રેઇડ કરી ચાર ઈસમોને વિદેશી દારુના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે નવલખી રોડ સેન્ટ મેરી ફાટક નજીક રોડ ઉપરથી વાહન ચેકીંગ દરમિયાન તરૂણભાઇ ઉર્ફે કિશન અરવીંદભાઇ આંકવીયા નામના શખ્સને પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ રોયલ ચેલેન્જ ફીનેસ્ટ પ્રીમીયમ વ્હીક્સીની કંપની શીલ પેક ૦૨ બોટલોની કિંમત રૂ.૧૦૪૦/- તથા સ્ટર્લીંગ રીઝર્વ રેર બ્લેન્ડેડ વ્હીક્સીના રૂ.૫૦૦/-ની કિંમતનાં ૦૫ ચપલા મળી કુલ રૂ.૧૫૪૦/-ના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીનાં આધારે મધુવન સોસાયટી મકાન નં.૫૧ ત્રાજપર ખાતે રેઇડ કરી શીવરાજસિંહ રાકેશકુમાર જેઠવા નામના ઇસમના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની કંપની શીલબંધ ગ્રીન લેબલ વ્હીસ્કીની કુલ ૮૩ બોટલોનો રૂ.૨૮,૨૨૦/- નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં, મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા બાતમીનાં આધારે મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં,સીસમ સીરામીક સામે જાહેર રોડ ઉપરથી દિક્ષીતભાઇ વ્રજલાલ દુદકીયા નમન ઈસમને ભારતીય બનાવટની વાઇટ લેસ વોડકા ઓરેજ ફલેવરની એક બોટલનાં રૂ.૩૦૦નાં મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે ચોથા બનાવમાં, માળીયા મી. પોલીસની ટિમ દ્વારા વવાણીયા ગામે આવેલ સાગરભાઇ રામૈયાભાઇ સવસેટાનાં રહેણાંક મકાને રેઇડ કરી પરપ્રાંતીય ઇગ્લીશ દારૂની વાઇલ્ડ હોર્સ ત્રીપલ એક્સ રમ સેવન યર્સ ઓલ્ડ એજ્ર્ડ રમ લખેલ એક બોટલની કિંમત રૂ.૩૦૦/- લેખે ગણી કુલ ૩૪ બોટલનો રૂ.-૧૦,૨૦૦/-નો મુદ્દામાલ તથા રોય્લ બલ્યુ માટ વિહ્સ્કી લખેલ એક બોટલની કિમત રૂ.૧૦૦/- લેખે ગણી કુલ ૪૧ બોટલનો રૂ.૪૧૦૦/- એમ કુલ ૭૫ બોટલનો રૂ.૧૪,૩૦૦/-નો કબ્જે કરી આરોપી સ્થળ પરથી મળી આવતા તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.