Monday, November 18, 2024
HomeGujaratટંકારાના સજનપર ગામની શ્રી સજનપર પ્રા. શાળામાં સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ

ટંકારાના સજનપર ગામની શ્રી સજનપર પ્રા. શાળામાં સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ

ભારતના વારસા સમાન યોગને વિશ્વભરમાં એક વિશેષ ઓળખ મળી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24 નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ગુજરાતભરના 13 હજારથી વધુ ગામ અને વિવિધ વિસ્તારના કુલ 8 લાખથી વધુ સ્પર્ધકો જોડાશે. જે અંતર્ગત ગઈકાલે ટંકારાના સજનપર ગામની શ્રી સજનપર પ્રા. શાળામાં પણ સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના સજનપર ગામે ગઈકાલે તા.19/12/2023 ના રોજ રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગ્રામ્ય કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સજનપર પ્રાથમિક શાળાના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમજ મંત્રોચ્ચાર સાથે સૂર્યનમસ્કાર કર્યા હતા. અને ગ્રામ્ય કક્ષાએ 19 થી 40 વર્ષના વયજુથમાં સજનપર ગામના જ યુવાન સાગર દલસુખભાઈ ફેફરને શાળાના નોડલ શિક્ષિકા બહેન વિરમગામા મીનાબેન ડી. એ યોગ્ય મૂલ્યાંકન કરી
પ્રથમ ક્રમે વિજેતા જાહેર કર્યા છે. ખૂબ જ ગર્વની વાત છે કે સાગરભાઈ જ્યારે ધો.7 માં હતા ત્યારથી જ તેમણે સંકલ્પ કરેલ હતો કે તે દરરોજ સૂર્ય નમસ્કાર કરીશે અને આ સંકલ્પને સિદ્ધ કરી બતાવેલ અને તેઓ દરરોજના 108 સૂર્યનમસ્કાર કરે છે. સાગરભાઈએ શાળાના બાળકોને સૂર્યનમસ્કાર વિશે ખૂબ જ શ્રેષ્ઠ માહિતી આપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!